AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammad Azharuddinએ Virat Kohliની ટેકનિક અંગે આપ્યું મોટું નિવેદન

Cricket : વિરાટ કોહલી (Virat Kohli)ના પ્રદર્શન પર પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) કહ્યું કે તેની પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફોર્મમાં પરત ફરશે.

Mohammad Azharuddinએ Virat Kohliની ટેકનિક અંગે આપ્યું મોટું નિવેદન
Virat Kohli and Mohammad Azharuddin (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 10:20 AM
Share

IPL 2022માં વિરાટ કોહલી (Virat Kohli)નું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. વિરાટ કોહલીએ નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં એક પણ સદી ફટકારી નથી. તમામ ક્રિકેટ પ્રેમીઓ વિરાટ કોહલીની 71મી સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીએ ભલે લાંબા સમયથી સદી ફટકારી ન હોય. પરંતુ તેણે થોડા સમય પહેલા અડધી સદી ચોક્કસ ફટકારી છે. કોહલીના પ્રદર્શનને લઈને તેની ઘણી વખત ટીકા પણ થઈ છે. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) વિરાટ કોહલીનો બચાવ કર્યો છે.

તમામના જીવનમાં આવો તબક્કો આવે જ છેઃ અઝરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલી પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફોર્મમાં પરત ફરશે. ગલ્ફ ન્યૂઝ (Gulf News) સાથેની વાતચીતમાં મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું ‘વિરાટ કોહલી જ્યારે અડધી સદી ફટકારે છે, ત્યારે પણ લાગે છે કે તે નિષ્ફળ ગયો છે. આવો સમય વિશ્વના મહાન ખેલાડીઓના જીવનમાં પણ આવે છે. વિરાટ કોહલી સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે તેને IPL બાદ નાનો બ્રેક મળ્યો છે. આશા છે કે તે હવે ફોર્મમાં પરત ફરશે. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

તેની ટેકનીકમાં કઈ જ ખોટું નથીઃ અઝરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલીની ટેકનિકમાં કંઈ ખોટું નથી. કેટલીકવાર તમારે ફક્ત થોડા નસીબની જરૂર હોય છે. જો તે મોટો સ્કોર અથવા સદી ફટકારવામાં સફળ થાય છે તો તે ચોક્કસપણે તેની આક્રમકતા પાછી લાવશે અને તેને એક અલગ ખેલાડી જેવો દેખાશે.

9 જુને પહેલી ટી20 મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 9 જૂનથી 5 મેચની ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આ સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. કેએલ રાહુલ (KL Rahul)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ વાઇસ કેપ્ટનશીપની જવાબદારી રિષભ પંત (Rishabh Pant) ને આપવામાં આવી છે.

Follow Us
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">