Virat Kohli : લીડર કોહલીની વાપસી, દ્રવિડના કહેવા પર ટીમને આપી મોટીવેશનલ સ્પીચ, જુઓ Video

|

Jun 22, 2022 | 2:13 PM

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓને મોટિવેશનલ સ્પીચ આપી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

Virat Kohli : લીડર કોહલીની વાપસી, દ્રવિડના કહેવા પર ટીમને આપી મોટીવેશનલ સ્પીચ, જુઓ Video
Virat Kohli and Team India (PC: BCCI)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને 1 જુલાઈથી રમાનારી ટેસ્ટ મેચ (Test Match) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લેસ્ટરમાં ભારતીય ટીમ પોતાની પ્રેક્ટિસ મેચ રમવાની છે. જ્યાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ના નેતૃત્વમાં ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે અને અહીંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટીમને ભાષણ આપી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનનો વીડિયો લેસ્ટર ક્લબ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. ગત દિવસોમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરાટ કોહલી ટીમને કેટલાક મેસેજ આપી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ કોહલીએ આ હેડ કોચ રાહુલ દ્રવિડના કહેવા પર કર્યું હતું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ગત વર્ષે ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં કોહલી સુકાની હતો

જ્યારે ટીમ ઈન્ડિયાએ ગત વર્ષે ઈંગ્લેન્ડમાં સિરીઝ રમી ત્યારે વિરાટ કોહલી ટીમનો સુકાની હતો. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-1 થી આગળ છે. પરંતુ હવે જ્યારે સિરીઝની અંતિમ મેચ રમવાની છે ત્યારે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે.

 

વિરાટ કોહલી ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે

વિરાટ કોહલીએ ભલે સુકાની પદ છોડી દીધું હોય. પરંતુ તે હજુ પણ ટીમના નેતૃત્વ જૂથનો એક ભાગ છે. તે સિનિયર મોસ્ટ પ્લેયર પણ છે. તેથી જો તે ટીમને પ્રોત્સાહિત કરે તો તે ઘણું સારુ કહેવાય. તમને જણાવી દઈએ કે 16 જૂને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.

તમામ ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલીના ફોર્મ પર છે

ટીમ ઈન્ડિયાના ચાહકોની નજર વિરાટ કોહલી પર ટકેલી છે. કારણ કે તે લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે અને ચાહકોને આશા છે કે વિરાટ કોહલીની ઈંગ્લેન્ડ પ્રવાસ પર સદી ફટકારે અને પોતાનું ફોર્મ પરત મેળવે. અહીં ટીમ ઈન્ડિયાએ એક ટેસ્ટ ઉપરાંત ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમવાની છે.

Next Article