IND vs SL: પૂર્વ કેપ્ટને આરામની પળો દરમિયાન કન્ફ્યૂઝ કરી દીધા ચાહકોને, એક નહી 10-10 ‘કોહલી’ નજર આવ્યા

|

Feb 20, 2022 | 2:21 PM

ભારતીય ટીમમાંથી વિરાટ કોહલી (Virat Kohli) અને ઋષભ પંત (Rishabh Pant) ને આરામ આપવામાં આવ્યો છે.

IND vs SL: પૂર્વ કેપ્ટને આરામની પળો દરમિયાન કન્ફ્યૂઝ કરી દીધા ચાહકોને, એક નહી 10-10 કોહલી નજર આવ્યા
Virat Kohli આજે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 મેચમાં જોવા નહી મળે

Follow us on

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આજે કોલકાતામાં T20 સિરીઝની અંતિમ મેચ રમાનારી છે. ટીમ ઇન્ડિયા સિરીઝમાં 2-0 થી અજેય છે. આમ ભારતીય ટીમ (Team India) માટે આજની મેચ માત્ર ઔપચારીક બની રહેશે, જેને લઇ આજની મેચ માટે ભારતીય ટીમ માંથી વિરાટ કોહલી (Virat Kohli) અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ 10 દિવસ સુધીની રજાઓના આરામની શરુઆતે જ ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે એક અનોખી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તેણે એક નહી પણ વિરાટ કોહલી જેવા 10-10 ચેહરા જોવા મળતા હોય એવી એક તસ્વીર શેર કરી છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની અંતિમ ટી20 મેચ જ નહી પરંતુ ભારતના પ્રવાસે આવનાર શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાંથી પણ બહાર રહી આરામ કરશે. કોહલી સીધો જ હવે મોહાલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. આમ બીસીસીઆઇ દ્વારા તેને અપાયેલ રજાઓને માટે તે બાયોબબલ થી મુક્ત થઇને પોતાના ઘરે પહોંચી ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પૂર્વ કેપ્ટને નાનકડા વિરામ દરમિયાન ટ્વીટર પર એક તસ્વીર શેર કરી છે. જેમાં એક સાથે દશ-દશ વિરાટ કોહલી જેવા ચહેરા જોવા મળી રહ્યા છે. જેમાંથી કોહલીએ ઓડ શોધવા માટે કહ્યુ છે. ફેન્સ પણ તેની આ કેપ્શનને લઇ કન્ફ્યૂઝનમાં છે. એક સાગમટે કોહલી જેવા અનેક ચેહરા જોવા મળી રહ્યા છે. ત્યાં ઓડ શોધવુ એ પડકાર જનક પણ છે.

વિરાટ કોહલી 100 ટેસ્ટ મેચ રમનારો ખેલાડી બનશે

શ્રીલંકન ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ટી20 સિરીઝ રમવા ઉપરાંત ટેસ્ટ સિરીઝ પણ રમનારી છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ મોહાલીમાં રમાનારી છે. જે ટેસ્ટ મેચમાં તે ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનવા રજાઓ પર થી પરત ફરશે. મોહાલી ટેસ્ટ મેચ રમવા મેદાને ઉતરતા જ તે 100 ટેસ્ટ મેચ રમનારો ભારતીય ખેલાડી બની જશે.

આમ તો કોહલીને આશા હતી કે, બેંગ્લુરુમાં તે પોતાની 100મી મેચ રમશે. તે તેના માટે યાદગાર ટેસ્ટ બની રહેતી કારણ કે 100 મી ટેસ્ટ મેચ તેને એવા સ્થાન પર રમવાનો મોકો મળતો, જ્યાંથી તે આઇપીએલ ટીમનો હિસ્સો છે. કોહલી આઇપીએલની શરુઆત થી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રહ્યો હતો. આગામી આઇપીએલ સિઝનમાં પણ કોહલી આરસીબીની ટીમનો હિસ્સો છે.

 

આ પણ વાંચોઃ WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

 

Published On - 2:18 pm, Sun, 20 February 22

Next Article