કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, પોસ્ટના એટલા પૈસા મળે કે તમારી આખી જીંદગી નીક્ળી જાય

|

Jul 21, 2022 | 4:00 PM

Virat Kohli: વિરાટ કોહલી ભલે ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યો છે પરંતુ તે એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે, સોશિયલ મીડિયા પર આજે પણ તેનો દબદબો કાયમ છે,

કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, પોસ્ટના એટલા પૈસા મળે કે તમારી આખી જીંદગી નીક્ળી જાય
કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો
Image Credit source: Twitter

Follow us on

Virat Kohli: વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે, છેલ્લા ત્રણ વર્ષથી એક પણ સદી ફટકારી નથી, ટીમમાં રહેવાથી લઈને હાલમાં સવાલો ઉઠી રહ્યા છે,પરંતુ મેદાન બહાર કિંગ કોહલીનો જલવો બરકરાર છે, સોશિયલ મીડિયા (Social media)પર તેના ચાહકોની કોઈ કમી નથી. 33 વર્ષનો વિરાટ કોહલી આજે પણ સોશિયલ મીડિયા સેલિબ્રિટીના રુપમાં છવાયો છે. વિરાટ કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 8 કરોડ રુપિયા કમાય છે. ચાલો જાણીએ વિરાટ કોહલી વિશે….

કમાણીમાં નંબર વન વિરાટ કોહલી

 

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

ક્રિકેટમાં વિરાટ કોહલીનું બેટ ભલે ચાલતું ન હોય પરતુ તે એશિયામાં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. વિરાટ કોહલી તેની દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 8 કોરડ રુપિયા કમાઈ છે.hopperhq.com દ્વારા જાહેર કરાયેલી એક લિસ્ટના હિસાબથી જોયે તો વિરાટ કોહલી 14માં સ્થાને છે, આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. જે 27માં સ્થાન પર છે અને એક પોસ્ટના અંદાજે 3 કરોડ રુપિયા મળે છે, વિરાટ કોહલી ટૉપ 15માં સામેલ એકમાત્ર ભારતીય છે, આ લિસ્ટમાં પ્રથમ નંબર પર દુનિયાના દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે

Kohliના 200 મિલિયન ફોલોઅર્સ

 

 

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ છે. આટલા ફોલોઅર્સ ધરાવનાર તે પ્રથમ ભારતીય છે. આ મામલે વિરાટની નજીક કોઈ નથી. 100 મિલિયન ફોલોઅર્સ પુરા કરનાર પણ વિરાટ કોહલી પ્રથમ હતો.વિરાટથી આગળ હવે માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (451 મિલિયન), કાઈલી જેનર (345 મિલિયન), લિયોનેલ મેસ્સી (327 મિલિયન ફોલોઅર્સ), સેલેના ગોમ્સ (325 મિલિયન) અને ડ્વેન જોન્સન (320) જ છે.

છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીના બેટમાંથી રન નથી મળી રહ્યા, પરંતુ તે આજે પણ સોશિયલ મીડિયા પર કિંગ છે. કોહલી મોટા લેવલનો ખેલાડી છે, તેનામાં એવી ક્ષમતા છે કે તે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. કોહલીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી છે.

Published On - 3:59 pm, Thu, 21 July 22

Next Article