વિરાટ કોહલી બન્યો વિશ્વનો નંબર 1 એથલીટ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો- લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધા

વિરાટ કોહલીએ 2024ના 100 મહાન ખેલાડીઓની યાદીમાં વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે વિરાટનું એપ્રુવલ રેટિંગ 76 ટકા છે, જ્યારે રોનાલ્ડોનું 58 ટકા અને મેસ્સીનું 57 ટકા છે. આટલું જ નહીં, તે એકમાત્ર ક્રિકેટર છે જે આ યાદીમાં સામેલ છે.

વિરાટ કોહલી બન્યો વિશ્વનો નંબર 1 એથલીટ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો- લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધા
Ronaldo, Virat, Messi
| Updated on: May 02, 2024 | 7:25 PM

વિરાટ કોહલીની ગણતરી મહાન ક્રિકેટરોમાં થાય છે. તેને આધુનિક ક્રિકેટનો શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. લાખો યુવાનો તેને પોતાના આઈકોન માને છે. પરંતુ તેનું નામ માત્ર ક્રિકેટ પુરતું સીમિત નથી. ફિટનેસ, ફેન ફોલોઈંગ અને રમતમાં તેની લોકપ્રિયતાને કારણે વિરાટ કોહલીની ગણના વિશ્વના ટોચના ખેલાડીઓમાં પણ સામેલ છે. હવે તેની નવી સિદ્ધિએ પણ આ સાબિત કરી દીધું છે. વિશ્વના બે મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પણ તેનાથી પાછળ રહી ગયા છે.

કોહલી નંબર 1 ખેલાડી બન્યો

હકીકતમાં, ‘કિંગ કોહલી’ રેન્કરના ‘100 ગ્રેટેસ્ટ એથ્લેટ્સ 2024’ની યાદીમાં રોનાલ્ડો અને મેસીને પાછળ છોડીને વિશ્વનો નંબર વન એથલીટ બની ગયો છે. તમને જણાવી દઈએ કે વિરાટનું એપ્રુવલ રેટિંગ 76 ટકા છે, જ્યારે રોનાલ્ડોનું 58 ટકા અને મેસ્સીનું 57 ટકા છે. આટલું જ નહીં, તે એકમાત્ર ક્રિકેટર છે જે આ યાદીમાં સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ મામલે ચોથા ક્રમે

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને આવે છે. 628 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે રોનાલ્ડો સૌથી વધુ ફોલો કરવામાં આવેલ એથ્લેટ છે. જ્યારે મેસ્સી (502 મિલિયન) બીજા અને ડ્વેન જોન્સન (397 મિલિયન) ત્રીજા નંબર પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલા એથ્લેટ છે. જ્યારે કોહલીને ઈન્સ્ટાગ્રામ પર 268 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.

ટોપ 10 મહાન ખેલાડીઓની યાદીમાં પણ નામ

વિરાટ કોહલી ગયા વર્ષે ‘પ્યુબિટી સ્પોર્ટ્સ’ના સર્વકાલીન મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ હતો. આ યાદીમાં તે પાંચમા ક્રમે હતો. આ યાદીમાં સામેલ થનાર તે એકમાત્ર ક્રિકેટર હતો. પછી તેણે યુસૈન બોલ્ટ, માઈક ટાયસન, લેબ્રોન જેમ્સ અને સેરેના વિલિયમ્સ જેવા વિશ્વના શ્રેષ્ઠ એથ્લેટ્સને પાછળ છોડી દીધા.

2028 ઓલિમ્પિક માટે વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર

વિરાટ કોહલીની લોકપ્રિયતા જોઈને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત, સમિતિએ તેને 2028 ઓલિમ્પિક માટે તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની તુલના ઘણીવાર સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે. તેણે વર્લ્ડ કપ દરમિયાન સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. કોહલીએ અત્યાર સુધી 113 ટેસ્ટ, 292 ODI અને 117 T20 મેચ રમી છે. તેણે 80 આંતરરાષ્ટ્રીય સદીઓની મદદથી 26 હજારથી વધુ રન પણ બનાવ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup 2024: KL રાહુલ કેમ બહાર, કોણ કરશે ઓપનિંગ, રોહિત શર્માએ આપ્યા જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો