Virat Kohli Record: વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને છોડ્યો પાછળ, ખાસ ઉપલબ્ધી મેળવતા ટોપ-5માં થયો સામેલ
IND vs WI 1st Test: ત્રીજા દિવસની રમતના અંતે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સારી ભાગીદારી રમત સાથે રમતમાં રહ્યા હતા. બંને ત્રીજા દિવસે આ પાર્ટનરશીપને વિશાળ બનાવવા પ્રયાસ કરશે. આમ વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલીઓ વધી જશે.
ડોમિનિકા ટેસ્ટમાં ભારતે મજબૂત સ્થિતી મેળવી લીધી છે. મેચના બીજા દિવસની સંપૂર્ણ રમત રમીને ભારતીય ટીમે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 162 રનની લીડ મેળવી છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સદી નોંધાવી છે. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી બીજા દિવસની રમતના અંતે નોટ આઉટ રહ્યા હતા. વિરાટ કોહલીએ બીજા દિવસની રમત દરમિયાન કોહલીએ 25 રન પુરા કરતા જ વિરેન્દ્ર સહેવાગને પોતાનાથી પાછળ છોડી દીધો છે.
ગુરુવારે પુરો દિવસ ભારતે બેટિંગ કરી હતી. ઓપનિંગ જોડીએ શાનદાર રમત દર્શાવતા 229 રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે શાનદાર પ્રદર્શન ડેબ્યૂ મેચમાં જ કર્યુ છે. જયસ્વાલની બેવડી સદી પર સૌની નજર ઠરી છે. બીજા દિવસના અંતે તે 143 રન સાથે રમતમાં હતો. વિરાટ કોહલી 36 રન સાથે રમતમાં હતો. આમ ભારતીય ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યુ છે. આ જ લક્ષ્ય સાથે કોહલી અને જયસ્વાલ શુક્રવારે રમતને આગળ વધારશે.
ટોપ ફાઈવમાં થયો સામેલ
સ્ટાર બેટર વિરાટ કોહલી હવે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારા ટોપ ફાઈવ બેટરની યાદીમાં સામે થઈ ચૂક્યો છે. કોહલીએ આ યાદીમાં હવે સહેવાગને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ડોમિનિકા ટેસ્ટમાં બેટિંગ કરતા 25 રન પુરા કરવા સાથે જ તે ટોપ ફાઈવમાં સામેલ થયો હતો. વિરાટ કોહલીએ આ પહેલા જ 4 રન અગાઉ 8500 રન ટેસ્ટ ક્રિકેટમાં પુરા કર્યા હતા. હવે તે ટોપ ફાઈ બેટર્સની યાદીમાં સામેલ થયો છે. સહેવાગ પાંચમાં સ્થાન પર 8503 રન સાથે હતો. હવે તે છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયો છે.
He is here 👑 .
.@imVkohli#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/J67P4r8EG6
— FanCode (@FanCode) July 13, 2023
કોહલીએ ઓપનર યશસ્વી જયસ્વાલને સાથ આપતા મક્કતાપૂર્વકની રમત દર્શાવી હતી. કોહલીએ સંપૂર્ણ રીતે સુરક્ષીત શોટ જમાવતો નજર આવ્યો હતો. કોહલીએ માહોલનો પૂરો ફાયદો ઉઠાવતા ધીમી રમત વડે રન નિકાળતો રહ્યો હતો. આમ જયસ્વાલને પણ સ્ટાર બેટરનો સારો સાથ મળી રહ્યો હતો. આમ બંને વચ્ચે સારી ભાગીદારી થઈ શકી છે. જેને હવે ત્રીજા દિવસે બંનેએ આગળ વધારી ભારતીય ટીમની સ્થિતિ વધુ સારી બનાવવાની છે.
Calling it a night! That celebration by @imVkohli after hitting his first boundary on the 81st ball. . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/4SjNLZCMhx
— FanCode (@FanCode) July 13, 2023
ત્રીજા દિવસે પણ જામશે રમત
ટેસ્ટની ત્રીજા દિવસની રમત જામવાના સંકેત છે. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી રહ્યા છે. બંનેની રમત મોટી ભાગીદારી રુપ જામશે તો, વેસ્ટ ઈન્ડિઝ માટે મુશ્કેલીઓ સર્જાઈ જશે. આ માટે જ કોહલીએ 96 બોલનો સામનો કરીને 36 રનની ધીમી રમત રમી હતી. કોહલીએ 80 બોલનો સામનો કરવા સુધી બાઉન્ડરી જ જમાવી નહોતી. આમ ધૈર્ય સાથે કોહલી બેટિંગ કરતો નજર આવી રહ્યો હતો. કોહલી અને જયસ્વાલ બાદ અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુર જેવા ખેલાડીઓ બેટિંગ કરવા માટે લાઈનમાં છે. આમ ભારતીય ટીમ વિશાળ સ્કોર ખડકીને યજમાનની મુશ્કેલીઓ વધારી શકે છે.