AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરીકા જવા નિકળેલા 9 ગુજરાતીઓનો પાંચ મહિનાથી સંપર્ક કપાયો, પ્રાંતિજપોલીસે 2 એજન્ટો સામે નોંધી ફરીયાદ, 1 ની ધરપકડ

ભરત દેસાઈ 9 લોકોના સમુહમાં અમેરિકા જવા માટે નિકળ્યો હતો. જેની સાથે એજન્ટે 8 લોકોનો ભેટો કરાવ્યો હતો. જેમાં 2 મહિલાઓ સામેલ હતી. આ તમામ લોકોનો તેમના પરિવાર સાથે સંપર્ક થતો નહીં હોવાનુ ફરિયાદીએ બતાવ્યુ

અમેરીકા જવા નિકળેલા 9 ગુજરાતીઓનો પાંચ મહિનાથી સંપર્ક કપાયો, પ્રાંતિજપોલીસે 2 એજન્ટો સામે નોંધી ફરીયાદ, 1 ની ધરપકડ
પ્રાંતિજ પોલીસે એજન્ટની ધરપકડ કરી
| Updated on: Jul 13, 2023 | 12:38 PM
Share

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મહિલાએ ફરીયાદ નોંધાવતા ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલાના 35 વર્ષિય પતિએ વર્ક પરમિટ વિઝા એજન્ટ મારફતે મેળવ્યા હતા અને મહિલાના પતિ ભરત દેસાઈ ગત 8 જાન્યુઆરીએ અમદાવાદથી વાયા મુંબઈ ફ્લાઈટ મારફતે અમેરીકા જવા માટે નિકળ્યા હતા. જોકે ત્યારબાદ મુંબઈથી પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી ડોમિનિકા જવા માટે નિકળીને પહોંચ્યા હતા. જ્યાં છેલ્લે 4 ફેબ્રુઆરી 2023 એ વાત થઈ હતી. ત્યારથી કોઈ જ સંપર્ક નહીં થતા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા. પ્રાંતિજ પોલીસે એક એજન્ટની ધરપકડ કરી છે.

પાંચ મહિના બાદ પોલીસને ભરત દેસાઈની પત્નિ ચેતનાબેન દેસાઈએ ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરી છે. પ્રાંતિજ પોલીસે આરોપી દિવ્યેશ મનોજભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. યુવક ભરત દેસાઈ 9 લોકોના સમુહમાં અમેરિકા જવા માટે નિકળ્યો હતો. જેની સાથે એજન્ટે 8 લોકોનો ભેટો કરાવ્યો હતો. જેમાં 2 મહિલાઓ સામેલ હતી. આ તમામ લોકોનો તેમના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નહીં હોવાનુ Tv9 સાથેની વાતચિતમાં ચેતનાબેન દેસાઈએ જણાવ્યુ હતુ. સમૂહમાં સાથે નિકળેલા અન્ય લોકો નારદીપુર, ઉત્તરસંડા અને મહેસાણા વિસ્તારના હોવાનુ ફરીયાદીએ વાતચિત દરમિયાન બતાવ્યુ હતુ.

સાબરકાંઠા પોલીસે શરુ કરી તપાસ

એસપી વિશાલકુમાર વાઘેલાએ મામલાની ગંભીરતાને લઈ તપાસ તેજ કરી છે અને સૌથી પહેલા યુવકો ક્યા સ્થળે ફસાયેલા છે એ અંગેની તપાસ શરુ કરી છે. આ માટે વિવિધ એજન્સીઓનો અને કચેરીઓનુ સંકલન કરીને લોકેશન મેળવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની પ્રાથમિક વિગતો મીડિયાને સાબરકાંઠા પોલીસે આપી હતી.

પ્રાંતિુજ પોલિસે એક આરોપી એજન્ટની ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલે પ્રાથમિક પુછપરછમાં પોલીસને બતાવ્યુ હતુ કે, ડોમિનિકા થી દરીયાઈ માર્ગે જવા નિકળેલ એ દરમિયાન તે ઝડપાઈ જવા પામ્યા છે. સેન્ટ લુસીયા  ટાપુ પર હોવાનુ પોલીસને પ્રાથમિક પુછપરછમાં  બતાવ્યુ હતુ. પોલીસે હવે બીજા આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.

જુઓ FIR ની વિગતો.

આ પણ વાંચોઃ ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">