Viral Video: ઉમરાન-મોહમ્મદ સિવાય સ્ટાફના આ લોકોએ પણ તિલક લગાવવાની પાડી હતી ના, સોશિયલ મીડિયા પર તિલકને લઈને ફરી થઈ બબાલ
મહોમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. ભારતમાં જ્યારે પણ ક્રિકેટ ટીમો એક શહેરથી બીજા શહેર પહોંચે એટલે તેમનું સ્વાગત ભારતીય અને સ્થાનિક સંસ્કૃતિ અનુસાર થાય છે. આવી જ રીતે ટીમ ઈન્ડિયાનું સ્વાગત દિવાની જ્યોત અને તિલક સાથે નાગપુર હોટલમાં કરવામાં આવી રહ્યુ હતુ.
હાલમાં મહોમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. ભારતમાં જ્યારે પણ ક્રિકેટ ટીમો એક શહેરથી બીજા શહેર પહોંચે એટલે તેમનું સ્વાગત ભારતીય અને સ્થાનિક સંસ્કૃતિ અનુસાર થાય છે. આવી જ રીતે ટીમ ઈન્ડિયાનું સ્વાગત દિવાની જ્યોત અને તિલક સાથે નાગપુર હોટલમાં કરવામાં આવી રહ્યુ હતુ. ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે શરુ થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે નાગપુર પહોંચી છે.
જ્યાં ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ અને સ્ટાફ દ્વારા તિલક કરાવી રહ્યા હતા, ત્યાં આ બંને ખેલાડીઓએ તિલક કરવાથી ઈન્કાર કરતા નજર આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુુબ વાયરલ થયો છે. પણ આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આ સ્ટાફના અન્ય કેટલાક સભ્યોએ પણ તિલક કરાવ્યો ના હતો.
આ વાયરલ વીડિયોમાં ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠૌર અને સપોર્ટ સ્ટાફના સભ્ય હરિ પ્રસાદ મોહન પણ તિલક લગાવવાની ના પાડે છે. હવે સોશિયલ મીડિયા પર સવાલ એ થઈ રહ્યો છે કે ટીમના આ સભ્યો એ પણ તિલક કરાવવાની ના પાડી તો ફક્ત સિરાજ અને ઉમરાનને જ કેમ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કેટલાક લોકો આ ઘટનાને ધાર્મિક રુપ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વીડિયો
Cricketer #UmranMalik and #MohammedSiraj refused to tilak while being welcomed at a hotel.#RipLegend #PakistanBankrupt #BCCI #INDvsAUS #TeamIndia pic.twitter.com/B23SrdRRfZ
— Anveshka Das (@AnveshkaD) February 3, 2023
તિલક લગાવવાથી ઈન્કાર કરવાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ખેલાડીઓનું ઉત્સાહભેર હોટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. ભારતીય ખેલાડીઓને શુકન રુપ તિલક કપાળમાં કરવામાં આવી રહ્યુ હતુ.
તિલક કરીને ખેલાડીઓ અને કોચ સહિતના સ્ટાફને આવકારવામાં આવી રહ્યા હતા. જોકે આ દરમિયાન સિરાજ અને મલિક બંને વારાફરતી તિલક કરાવવાથી ઈન્કાર કરી રહ્યા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. બંને ખેલાડીઓ તિલક કરાવ્યા વિના જ આગળ વધી રહ્યા છે પણ આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ભારતીય ટીમના સ્પોર્ટ સ્ટાફના આ સભ્યો એ પણ તિલક લગાવવાની ના પાડી હતી.