Kohli vs Ganguly VIDEO: ક્રિકેટના મેદાન પર કોહલી-ગાંગુલી સામસામે આવ્યા, આંખો મળી પણ હાથ ના મિલાવ્યો

Viral video: દિલ્હી-બેંગ્લોર વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી અને દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર સૌરભ ગાંગુલીએ એક બીજા સાથે મળ્યા ન હતા. તેમણે એકબીજા સાથે હેડસેક પણ કર્યું ન હતું. વિરાટ કોહલીએ કેચ પકડયા બાદ ડગઆઉટમાં બેઠેલા ગાંગુલીને આંખો પણ બતાવી હતી. 

Kohli vs Ganguly VIDEO: ક્રિકેટના મેદાન પર કોહલી-ગાંગુલી સામસામે આવ્યા, આંખો મળી પણ હાથ ના મિલાવ્યો
Kohli vs Ganguly VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 9:23 PM

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ હતી. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલીની 47મી આઈપીએલ ફિફટીને કારણે 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. 175નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ઓછા રનોમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. અંતે દિલ્હીની 23 રનથી હાર થઈ હતી.

જણાવી દઈએ કે ક્રિકેટ સહિતના દુનિયાની દરેક રમતમાં મેચ બાદ ખેલાડીઓ ખેલભાવના અને મૈત્રીનો સંદેશો આપવા માટે એકબીજા સાથે મળતા હોય છે અને એકબીજાને ગળે લગાવીને હાથ પણ મેળવતા હોય છે. દિલ્હી-બેંગ્લોર વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી અને દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર સૌરભ ગાંગુલીએ એક બીજા સાથે મળ્યા ન હતા. તેમણે એકબીજા સાથે હેડસેક પણ કર્યું ન હતું. વિરાટ કોહલીએ કેચ પકડયા બાદ ડગઆઉટમાં બેઠેલા ગાંગુલીને આંખો પણ બતાવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્રિકેટના મેદાન પર કોહલી-ગાંગુલી સામસામે આવ્યા

આ પણ વાંચો : IPL 2023 RCB vs DC : બેંગ્લોરની 23 રનથી શાનદાર જીત, દિલ્હી કેપિટલ્સની સતત પાંચમી હાર

જણાવી દઈએ કે રોહિત શર્મા પહેલા વિરાટ કોહલી ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અનેક મહત્વપૂર્ણ મેચ હારી હતી. જેને કારણે બીસીસીઆઈએ વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશિપ લઈ લીધી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ અધ્યક્ષ અને અધિકારીઓએ તેની સાથે વાત કર્યા વગર આ નિર્ણય સંભળાવ્યો છે. તે સમયે સૌરભ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ હતા. તે સમયથી જ વિરાટ કોહલી અને સૌરભ ગાંગુલીના સંબંધો બગડયા હતા.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. લગ્ન કરીને પરત ફરેલા મિચેલ માર્શે 2 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં દિલ્હી તરફથી કેપ્ટન  ડેવિડ વોર્નરે 19 રન, મિશેલ માર્શે 0 રન, યશ ધુલે 1 રન, પૃથ્વી શોએ 0 રન મનીષ પાંડેએ 50 રન, અક્ષર પટેલે 21 રન, અમન હાકિમ ખાને 18 રન, લલિત યાદવે 4 રન, અભિષેક પોરેલે 5 રન કુલદીપ યાદવે 7 રન, એનરિચ નોર્ટજે 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 2 સિક્સર અને 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમ તરફથી વિરાટ કોહલીએ 20 રન , ફાફ ડુ પ્લેસિસે 20 રન, મહિપાલ લોમરે 26 રન, ગ્લેન મેક્સવેલે 24 રન, શાહબાઝ અહેમદે 20 રન , દિનેશ કાર્તિક ગોલ્ડન ડક, હર્ષલ પટેલે 6 રન અને અનુજ રાવતે 15 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરે 8 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

બીજી ઈનિંગમાં બેંગ્લોર તરફથી વિજયકુમાર વૈશકે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. સિરાજે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ અને હસરંગાએ 1-1 વિકેટ લીધી હતી.બીજી ઈનિંગમાં વિરાટ કોહલી અને અનુજ રાવત જેવા ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">