ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની શનિવારના રોજ તબિયત ખુબ જ ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને મહારાષ્ટ્રના થાણેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે, જરુરી તમામ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું કે, ડોક્ટરના કારણે તે જીવતો છે.
વિનોદ કાંબલી હોસ્પિટલમાં બેડ પર જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું હું અહિ ડોક્ટરના કારણે જીવતો છું. તેમણે કહ્યું ડોક્ટર મને જે કહેશે. તે હું કરીશ, સચિન વિશે તેમણે કહ્યું કે, તે લંડન ગયો હતો પરંતુ તેમણે ખબર પડશે અને તમે લોકો તેને કહેશો.
VIDEO | “It is because the doctor here that I am alive… All I would say is that I will do whatever sir (referring to the doctor) asks me to. People will see the inspiration that I’ll give them…” said Vinod Kambli.
(Full video is available on PTI Videos -… pic.twitter.com/ZCpP8OUvfD
— Press Trust of India (@PTI_News) December 23, 2024
શનિવારના રોજ જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો. તેના શરીરમાં શરીરમાં તીવ્ર ખેંચાણ આવી રહી હતી. તે બેસી કે ચાલી પણ શકતા ન હતા. દાખલ કરતી વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. પૂર્વ ક્રિકેટર ડોક્ટર અને ચાહકોની સાથે વાત કરતા જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી.
વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.
Published On - 10:38 am, Tue, 24 December 24