શુભમન ગિલ શ્રીલંકા સામે સદી ચૂકી ગયો, સારા તેંડુલકરની પ્રતિક્રિયા થઈ વાયરલ
શુભમન ગિલની આ ઇનિંગ બાદ સ્ટેડિયમમાં હાજર સારા તેંડુલકર સહિત દર્શકોએ તેની ઇનિંગના વખાણ કર્યા હતા. સારા તેંડુલકરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી અને તેની ઇનિંગમાં તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
વર્લ્ડ કપ 2023માં ભારત અને શ્રીલંકાની ટીમોની આજે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર હતી. વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે 189 રનની ભાગીદારીથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વિસ્ફોટક શરૂઆત કરી હતી. આ મેચમાં શુભમન ગિલ અને વિરાટ કોહલી બંને પાસે સદી ફટકારવાની તક હતી, પરંતુ બંને ખેલાડીઓ તે ચૂકી ગયા. શુભમન ગિલ 92 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો.
શુભમન ગિલની આ ઇનિંગ બાદ સ્ટેડિયમમાં હાજર સારા તેંડુલકર સહિત દર્શકોએ તેની ઇનિંગના વખાણ કર્યા હતા. સારા તેંડુલકરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી અને તેની ઇનિંગમાં તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તે ભારતીય ઇનિંગ્સની 30મી ઓવરના છેલ્લા બોલ પર દિલશાન મદુશંકાના બોલ પર આઉટ થયો હતો.
Shubham Gill got out for 92 – missed century just by 8 runs And expression of Sara Tendulkar as all of us – True love growing #ShubmanGill #SaraTendulkar #INDvsSL #CWC23@StarSportsIndia @ShubmanGill pic.twitter.com/YliEPZqQ6e
— Taral Panchal (@taral_tweets) November 2, 2023
Standing ovation for Shubman Gill from Sara Tendulkar. pic.twitter.com/BAHiW9Fgev
— Nawaz (@Rnawaz31888) November 2, 2023
Whole the crowd gives standing ovation to Shubman Gill including Sara Tendulkar.#INDvsSLpic.twitter.com/ZO8CJcajfK
— Haroon (@HaroonM33120350) November 2, 2023
ઓફ સ્ટમ્પની ખૂબ જ નજીક આવેલો બોલ બેટના ઉપરના ભાગમાં અથડાયો અને વિકેટકીપર કુસલ મેન્ડિસે એક આસાન કેચ પૂરો કર્યો. ગિલના આઉટ થયા બાદ પ્રેક્ષકોએ તેની ઇનિંગના વખાણ કર્યા હતા. ગિલના આઉટ થયા બાદ મેદાનમાં હાજર સારા તેંડુલકર નિરાશ થઈ ગઈ હતી, જો કે આ પછી તેણે પોતાની સીટ પરથી ઊભી થઈને ગિલની ઈનિંગ્સની પ્રશંસા કરી હતી. સારા ગિલની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલી પાસે પણ સચિનના 49 સદીના રેકોર્ડની બરાબરી કરવાની તક હતી, પરંતુ વિરાટ કોહલી 88 રનની ઇનિંગ રમીને દિલશાન મદુશંકાના શિકાર બન્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.