ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024માંથી બહાર થતાં જ તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ પછી સૌથી મોટો સવાલ એ હતો કે શું ધોની હવે સંન્યાસ લેશે? શું તે આગામી સિઝનમાં નહીં રમે? આ જ સવાલ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક કાસી વિશ્વનાથનને પણ પૂછવામાં આવ્યો હતો અને તેણે તેનો જવાબ આપ્યો હતો. કાશી વિશ્વનાથને સંકેત આપ્યો હતો કે ધોની આગામી સિઝન રમી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેણે ચેન્નાઈ અને ધોનીના ચાહકોની ઈચ્છાઓને સંતોષી છે.
ધોનીના નિવૃત્તિના સવાલ પર કાશી વિશ્વનાથને કહ્યું, ‘તમે બધા જાણો છો કે ધોની તેના તમામ નિર્ણયો લે છે અને તે યોગ્ય સમયે જ તેની જાહેરાત કરે છે. ધોની નિર્ણય લેશે પછી જ ખબર પડશે. પરંતુ અમને આશા છે કે ધોની આગામી સિઝનમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ મારી અને ચાહકોની આશા છે.
ધોની આખી IPL સિઝનમાં ઈજા સાથે રમ્યો હતો અને એવા અહેવાલો છે કે ખેલાડી સારવાર માટે લંડન જઈ શકે છે. સારવાર બાદ જ ખબર પડશે કે ધોની આગામી સિઝનમાં રમી શકશે કે નહીં. ધોની પાસે હજુ ઘણો સમય છે. ધોનીના ખાસ મિત્ર સુરેશ રૈનાએ પણ કહ્યું છે કે આ ખેલાડીને આગામી સિઝનમાં રમવું જોઈએ.
જો આપણે ધોનીની બેટિંગ અને કીપિંગ વિશે વાત કરીએ તો તેણે આ સિઝનમાં પણ કમાલ કરી છે. ધોનીએ આ સિઝનમાં 110ની એવરેજથી 110 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 230ની આસપાસ હતો. તેણે ફિનિશરની ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પષ્ટ છે કે હવે મામલો તેના પગની ઈજા પર અટકી ગયો છે. આનો જવાબ મળ્યા બાદ ધોનીનું આગળનું પગલું સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો : IPL 2024 : વિરાટ કોહલીએ બોટલ ફેંકી અને અપશબ્દો બોલ્યો, સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યો આરોપ
Published On - 8:41 pm, Thu, 23 May 24