વૈભવનો આઈપીએલ 2026માં વૈભવી રેકોર્ડ, અભિષેક શર્માને પણ છોડ્યો પાછળ

રાજસ્થાન રોયલ્સમાંથી ધુંઆધાર બેટિંગ કરતા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ, આઈપીએલમાં પોતાની બેટિંગ કુશળતાથી ધમાલ મચાવી દીધી છે. ગઈકાલ 9 મેને શનિવારે જયપુરમાં રમાયેલ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું. જોકે, વૈભવની ટીમ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત સામે 77 રનથી મેચ હાર્યું. પરંતુ આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ એક રેકોર્ડ રચી દીધો છે.

વૈભવનો આઈપીએલ 2026માં વૈભવી રેકોર્ડ, અભિષેક શર્માને પણ છોડ્યો પાછળ
| Edited By: | Updated on: May 10, 2026 | 5:24 PM

રાજસ્થાન રોયલ્સ (RR) ના તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન પ્રીમિયર લીગ (2026) માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શનિવારે (9 મે) જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે, ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમતા, વૈભવે માત્ર 16 બોલમાં 36 રન બનાવ્યા, આ નાનકડી ઇનિંગ તેણે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન, વૈભવે એક એવો રેકોર્ડ બનાવ્યો કે સનરાઈઝ હૈદરાબાદના અભિષેક શર્માને પાછળ છોડી દીધો છે.

વૈભવ સૂર્યવંશી T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો છે. તેણે આ ઐતિહાસિક સિદ્ધિ ફક્ત 29 T20 ઇનિંગ્સમાં હાંસલ કરી છે. જે પોતાનામાં એક નોંધપાત્ર રેકોર્ડ છે. વૈભવે માત્ર રમાયેલી ઇનિંગ્સમાં જ નહીં, પણ કેટલા બોલનો સામનો કર્યો તેના રેકોર્ડ પણ તોડ્યા છે. વૈભવે માત્ર 514 બોલમાં 100 T20 સિક્સર ફટકારવાનો રેકોર્ડ રચ્યો છે. આ પહેલા, કોઈ પણ બેટ્સમેન આટલા ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

IPL 2026 સિઝનના પાવરપ્લે તબક્કા દરમિયાન સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન તરીકે વૈભવ સૂર્યવંશી ઉભરી આવ્યો છે. વૈભવે IPLની ચાલુ સિઝનમાં પાવરપ્લે દરમિયાન કુલ 30 સિક્સર ફટકારી છે. વૈભવ હવે અભિષેક શર્માને સિક્સર ફટકારવાના મુદ્દે પાછળ છોડી ગયો છે. અભિષેક શર્માએ IPL 2024 સીઝનમાં પાવરપ્લે દરમિયાન 29 સિક્સર ફટકારી હતી. કુલ મળીને, વૈભવે ચાલુ IPL સિઝનમાં અત્યાર સુધી 40 સિક્સર ફટકારી છે. જો કે રાજસ્થાન રોયલ્સને હજુ કેટલીક મેચ રમવાની બાકી છે.

IPL સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સરો

  • 30* – વૈભવ સૂર્યવંશી (2026)
  • 29 – અભિષેક શર્મા (2024)
  • 27* – અભિષેક શર્મા (2026)
  • 22 – સનથ જયસૂર્યા (2008)
  • 22 – ટ્રેવિસ હેડ (2024)
  • 22 – યશસ્વી જયસ્વાલ (2025)

IPL સિઝનમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સ

  • 42 – અભિષેક શર્મા (2024)
  • 40* – વૈભવ સૂર્યવંશી (2026)
  • 39 – શ્રેયસ ઐયર (2025)
  • 38 – વિરાટ કોહલી (2016)
  • 38 – વિરાટ કોહલી (2024)
  • 38 – સૂર્યકુમાર યાદવ (2025)
  • 37 – ઋષભ પંત (2018)

વૈભવ સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજ સામે પહેલા જ બોલ પર લોંગ-ઓન પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારપછી તેમનો આક્રમક અભિગમ ચાલુ રહ્યો. સિરાજે આખરે તેને આઉટ કર્યો હોવા છતાં, તે સમય સુધીમાં વૈભવ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યો હતો. વૈભવ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો સૌથી સફળ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. તેણે 11 ઇનિંગ્સમાં 40.00 ની સરેરાશ અને 236.55 ના સ્ટ્રાઇક રેટથી 440 રન બનાવ્યા છે. આ રન દરમિયાન, તેણે એક સદી અને બે અડધી સદી નોંધાવી.

મેચમાં, ગુજરાત ટાઇટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા પછી, 4 વિકેટ ગુમાવીને કુલ 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે 44 બોલમાં 84 રન બનાવ્યા, જ્યારે સાઈ સુદર્શને ૫૫ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. જવાબમાં, સમગ્ર રાજસ્થાન રોયલ્સ ટીમ ફક્ત 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 77 રનના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો.

Breaking News : ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડીએ વેપિંગ કેસ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, “આ લોકો જેલમાં હોવા જોઈએ “

Follow Us