ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિષભ પંત સાથે કરી મુલાકાત, સીએમ ધામીએ કહ્યુ શા માટે થયો હતો અક્સ્માત

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં મેક્સ હોસ્પિટલમાં દાખલ છે અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ તેમની મુલાકાત કરી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિષભ પંત સાથે કરી મુલાકાત, સીએમ ધામીએ કહ્યુ શા માટે થયો હતો અક્સ્માત
Rishabh PantImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 4:36 PM

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની મુલાકાત કરી હતી. પંત હાલમાં દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. ધામી પંતને મળવા અહીં પહોંચ્યા હતા. શુક્રવારે જ્યારે પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પંતનો આબાદ બચાવ થયો હતો. તેને માથા અને પગમાં ઈજાઓ થઈ હતી જ્યારે કારમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ધામીએ પંતની સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમને મળ્યા પછી કહ્યું કે, તેમની સારવાર મેક્સમાં જ થશે. ધામીએ એમ પણ કહ્યું કે, પંતની કારનો અકસ્માત ખાડાના કારણે થયો હતો. અકસ્માત બાદ પંતને રૂડકીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?
જાણો કોણ છે ભારતનો સૌથી મોંઘો સિંગર, જુઓ ફોટો
ભારતનો 1 રુપિયો આ દેશમાં થઈ જાય છે રુ 300ની બરાબર ! જાણો કઈ છે જગ્યા
વીર પહાડિયાએ અમદાવાદના કાઈટ ફેસ્ટિવલની મુલાકાત લીધી, જુઓ ફોટો
Panipuri Benefits :જો તમને છે આ બિમારી તો, ચમત્કારીક ઈલાજ માટે ખાઓ પાણીપુરી
Shilajit Benefits: પુરુષો માટે બેસ્ટ છે શિલાજીત ! આ 6 સમસ્યાઓ કરી દેશે દૂર

પીડામાં રાહત થશે

પંતને મળ્યા બાદ ધામીએ કહ્યું કે, આગામી 24 કલાકમાં તેમનો દુખાવો ઓછો થઈ જશે. ધામીએ કહ્યું, રિષભ પંતને દુર્ઘટનામાં જે ઈજાઓ થઈ છે તેના કારણે તેના શરીરમાં દુખાવો થઈ રહ્યો છે. તબીબોના મતે આગામી 24 કલાકમાં તેનો દુખાવો ઓછો થઈ જશે. પંતે કહ્યું કે ઘણા લોકોએ તેની મદદ કરી.

તેમણે કહ્યું, છેલ્લા બે દિવસમાં ઘણો સુધારો થયો છે. ડૉક્ટરો અને BCCIના લોકો સતત સંપર્કમાં છે. મેં પંતની માતા સાથે વાત કરી છે, જે સારવાર ચાલી રહી છે તેનાથી બધા સંતુષ્ટ જણાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.

શા કારણે અકસ્માત સર્જાયો?

ધામી પંતને મળ્યા અને કહ્યું કે ભારતીય ક્રિકેટરે તેને કહ્યું કે, તેની સામે ખાડા જેવું કંઈક આવવાને કારણે આ અકસ્માત થયો હતો. ધામીએ કહ્યું, હું તેને મળ્યો, તેમણે કહ્યું કે સામે ખાડા જેવું કંઈક આવ્યું કે પછી કોઈ કાળી વસ્તુ સામે આવી જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">