AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Friday: PM મોદીની માતા હીરા બા અને બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું મૃત્યુ, ક્રિકેટર રિષભ પંતનો અકસ્માત

Friday દુઃખદ સમાચારોથી ભરેલો હતો. જ્યાં બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે અવસાન થયું હતું. તો ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાએ અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારમાં રિષભ પંતનો માર્ગ અકસ્માત થયો હતો. આમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે.

Black Friday:  PM મોદીની માતા હીરા બા અને બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું મૃત્યુ, ક્રિકેટર રિષભ પંતનો અકસ્માત
બ્લેક ફ્રાઇ ડેImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:38 PM
Share

આજે શુક્રવાર છે. પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડેથી ઓછો નહોતો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી હતી. મધ્યરાત્રિએ વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા.આ પછી શુક્રવારે સવારે 3.30 કલાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન થયું. આ પછી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત નડ્યો હતો. આમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે.

રિષભ પંતની કારનો ગંભીર અકસ્માત

ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હીથી રૂરકી જતી વખતે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.

પીએમ મોદીના માતા હીરા બાનું નિધન થયું 

પીએમ મોદીના માતા હીરા બાએ આજે ​​અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.

બ્રાઝિલના ફૂટબોલર પેલેનું નિધન

બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટાભાગે ફોરવર્ડ પોઝિશનમાં રમતા પેલેને વિશ્વનો મહાન ફૂટબોલર કહેવો ખોટું નહીં હોય. પેલે જેવો ખેલાડી આવનારી સદીઓમાં ભાગ્યે જ જન્મશે. પેલેનું મૂળ નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું. પરંતુ શાનદાર રમતના કારણે તે બીજા ઘણા નામોથી પણ જાણીતો હતો. પેલેને ‘બ્લેક પર્લ’, ‘કિંગ ઓફ ફૂટબોલ’, ‘કિંગ પેલે’ જેવા ઘણા ઉપનામો મળ્યા. પેલે તેના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">