ACB: ક્રિકેટરે બોર્ડના અધ્યક્ષ સામે જ ભ્રષ્ટાચારીના કરી દીધા આક્ષેપ, ખેલાડીએ ટીમથી લઈ લીધો બ્રેક
ક્રિકેટરના કરિયને લઈ કેટલીક વાર રમત રમાતી હોય છે અને જેને લઈ તેઓને તેમના પ્રદર્શન અને ફિટનેસનુ કારણ રજૂ કરવામાં આવતુ હોય છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે બોર્ડના અધ્યક્ષ સામે જ સવાલો કરી દીધા છે.
આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનારો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે વિશ્વ કપ રમવા માટે આવે એ પહેલા જ તેમના ક્રિકેટ બોર્ડ પર આક્ષેપ થવા લાગ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સામે જ ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપ ટીમના ખેલાડીએ કરી દીધા છે. ક્રિકેટ જગતમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આરોપ ક્રિકેટરે બ્રેક લેવાનો નિર્ણય કરવાને લઈ બતાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ આક્ષેપ કરવા સાથે બ્રેક લેવાની વાત કરી હતી.
અફઘાનિસ્તાનના અનુભવી ક્રિકેટર ઉસ્માન ગનીની આ વાત છે. ઉસ્માન ગનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમના ક્રિકેટ બોર્ડ સામે સવાલો કરી દીધા છે. સવાલો કરીને કહ્યુ છે કે, આ જ કારણો સર હાલમાં હું ક્રિકેટથી બ્રેક લઈ રહ્યો હોવાની વાત કરી હતી.
નેતૃત્વ બદલાય તો જ પરત ફરશે
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આગામી વિશ્વ કપ માટે સીધુ જ ક્વોલિફાય કરી ચુક્યુ છે. જોકે ભારત પ્રવાસે આવતા પહેલા જ હલચલ મચી જવા પામી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી ક્રિકેટર ઉસ્માન ગનીએ ક્રિકેટથી બ્રેક લેવાનુ એલાન કર્યુ છે. આ બ્રેક તેણે ત્યાં સુધી રાખવાનુ બતાવ્યુ છે જ્યાં સુધી ક્રિકેટ બોર્ડનુ નેતૃત્વ ના બદલાય. ગનીએ અફઘાન ક્રિકેટ બોર્ડના પદાધીકારીઓ પર સવાલો કરી દીધા છે.
ટ્વીટ કરતા ઉસ્માન ગનીએ કહ્યુ છે કે, “ખૂબ વિચાર કરવા બાદ મે અફઘાનિસ્તાન ક્રિકેટથી બ્રેકલેવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટ નેતૃત્વએ મને પગલા પાછા કરવા માટે મજબૂર કર્યો છે. હું મારી આકરી મહેનત જારી રાખીશ અને યોગ્ય મેનેજમેન્ટ અને પસંદગી સમિતિના ગઠનની રાહ જોઈશ. એકવાર આમ થઈ જશે તો હું ગર્વ સાથે અફઘાનિસ્તાન માટે રમવા પરત ફરીશ. ત્યાં સુધી હું પ્રિય રાષ્ટ્રનુ પ્રતિનિધિત્વ કરવાથી પોતાને પાછળ રાખીશ”
After careful consideration, I have decided to take a break from Afghanistan Cricket. The corrupt leadership in the cricket board has compelled me to step back. I will continue my hard work and eagerly await the right management and selection committee to be put in place. 1/3 pic.twitter.com/lGWQUDdIwJ
— Usman Ghani (@IMUsmanGhani87) July 3, 2023
ઉસ્માન ગનીનુ કરિયર
અત્યાર સુધીમાં કુલ 52 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 26 વર્ષનો ઉસ્માન ગની રમી ચુક્યો છે. જેમાં તે 17 વનડે મેચ રમી ચુક્યો છે. જ્યારે 35 T20 મેચ રમી ચુક્યો છે. ગનીએ 2014 માં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યુ હતુ. જોકે તે અત્યાર સુધી અફઘાનિસ્તાન માટે ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરી શક્યો નથી. વનડે ક્રિકેટમાં એક સદી ગનીએ નોંધાવી છે. જ્યારે વનડે ક્રિકેટમાં 435 રન તેના નામે નોંધાયેલા છે. T20 ફોર્મેટમાં ચાર અડધી સદી નોંધાવીને 786 રન નોંધાવ્યા છે.