પાકિસ્તાન સામે પંત ફ્લોપ રહ્યો, પરંતુ ઉર્વશી રૌતેલાએ મચાવી તબાહી, જુઓ વીડિયો

|

Sep 05, 2022 | 9:35 AM

ઉર્વશી રૌતેલા આ પહેલા 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પણ જોવા મળી હતી.

પાકિસ્તાન સામે પંત ફ્લોપ રહ્યો, પરંતુ ઉર્વશી રૌતેલાએ મચાવી તબાહી, જુઓ વીડિયો
Urvashi Rautela attends India-Pakistan match in Asia Cup see video
Image Credit source: Instagram

Follow us on

Urvashi Rautela : બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela ) છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. તે બોલિવુડ કરતા હાલમાં ક્રિકેટના ગ્રાઉન્ડમાં રહી ચર્ચામાં રહે છે. રવિવારના રોજ ઉર્વશી ફરી એક વખત ચર્ચામાં આવી હતી. આ કારણ તે ભારત-પાકિસ્તાનની મેચમાં હાજર રહેવાનું છે. આ મેચને જોવા ઉર્વશી પહોંચી હતી. આ કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી.ભારત-પાકિસ્તાનની ટીમ દુબઈ ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં મેચ રમી રહી હતી. આ મેચમાં ઉર્વશી જોવા મળી હતી.આ પહેલા પણ ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગ્સ્ટના રોજ આ મેદાનમાં ટક્કરાઈ હતી.

આ મેચમાં તે જોવા મળી હતી. ઉર્વશીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વાદળી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉર્વશી અને પંત વચ્ચે થઈ હતી લડાઈ

 

 

ઉર્વશીનું નામ ભારતીય ટીમન વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે જોડાઈ ચૂક્યું છે. ઉર્વશીએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, આરપી નામનો કોઈ ક્રિકેટર તેને હોટલમાં મળવા આવ્યો હતો અને તેને વારંવાર કોલ કરી રહ્યો હતો પરંતુ તે ફોન રિસીવ કરી શકી નહિ, આરપીનું નામ આવતા જ લોકોએ પંતનું નામ લીધું હતુ. ત્યારબાદ પંતે ઈન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ કરી હતી અને લખ્યું કે લોકો કામ અને નામ કમાવવા માટે ખોટું બોલે છે. ત્યારબાદ ઉર્વશીએ સોશિયલ મીડિયા પર લખ્યું છોટું ભૈયાને ક્રિકેટમાં ધ્યાન આપવું જોઈએ.

પંતનું બેટ શાંત રહ્યું

 

 

28 ઓગસ્ટના રોજ રમાયેલી મેચમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ દ્વારા પંતને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું. પરંતુ આજની મેચમાં પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પંત ​​પોતાના બેટથી અજાયબી કરી શક્યો ન હતો. પંત 12 બોલનો સામનો કર્યા બાદ માત્ર 14 રન જ બનાવી શક્યો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે આ મેચમાં ભારતીય ટીમે સારો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા માટે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 44 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 28, રોહિત શર્માએ 28 રન બનાવ્યા હતા.

Next Article