U19 World Cup 2022 : ક્વાર્ટર ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, ઓલરાઉન્ડર વાસુ વત્સના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી
ICC Under 19 world cupમાં ભારતીય ક્રિકેટ ટીમ (India Under 19 Cricket Team) 29 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.
U19 World Cup 2022 : (Aaradhya Yadav) ને ICC અંડર 19 વર્લ્ડ કપ 2022(ICC Under 19 World Cup 2022) માટે ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર વાસુ વત્સ(Vasu Vats)ના સ્થાને સામેલ કરવામાં આવશે. ICCની ટુર્નામેન્ટ ટેકનિકલ સમિતિએ શનિવારે (29 જાન્યુઆરી) આને મંજૂરી આપી હતી. આઈસીસી (ICC)એ એક નિવેદનમાં કહ્યું, “વાસુને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.” ભારત શનિવારે સુપર લીગ ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સામે રમવાનું છે. આ મેચ એન્ટીગુઆમાં રમાવાની છે. આમાં જે પણ જીતશે તે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વાસુ વત્સે (Vasu Vats) આ ટુર્નામેન્ટમાં એક મેચ રમી અને તેમાં એક વિકેટ લીધી.
ખેલાડીના વિકલ્પને ટુર્નામેન્ટની ટેકનિકલ કમિટીની મંજૂરીની જરૂર હોય છે. તો જ તે ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય છે. ટેકનિકલ સમિતિમાં ચેરમેન ક્રિસ ટેટલી (ICC ઇવેન્ટ હેડ), બેન લીવર (ICC સિનિયર ઇવેન્ટ મેનેજર), ફવાઝ બક્ષ (ટૂર્નામેન્ટ ડિરેક્ટર), રોલેન્ડ હોલ્ડર (ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના પ્રતિનિધિ), એલન વિલ્કિન્સ અને રસેલ આર્નોલ્ડ (સ્વતંત્ર પ્રતિનિધિ)નો સમાવેશ થાય છે.
ભારતના અનેક ખેલાડીઓ કોરોના મુક્ત થયા
આ પહેલા ભારતીય ટીમ માટે સારી વાત હતી કે તેના કેપ્ટન યશ ધુલ સહિત તમામ મહત્વના ખેલાડીઓ પરત ફર્યા હતા. ભારતીય ટીમના અડધો ડઝન ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી મોટાભાગના સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે અને આ મહત્વપૂર્ણ મેચમાં રમવા માટે તૈયાર છે. છ ખેલાડીઓ કેપ્ટન ધૂલ, વાઇસ કેપ્ટન શેખ રાશિદ, સિદ્ધાર્થ યાદવ, આરાધ્યા યાદવ, વાસુ વત્સ અને માનવ પરીખ આયર્લેન્ડની મેચ પહેલા RT PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. આયર્લેન્ડ સામે ભારતની બીજી લીગ મેચ પહેલા આ ખેલાડીઓ આઈસોલેશનમાં હતા, જેણે ચાર વખતની ચેમ્પિયન ટીમને મોટો ફટકો આપ્યો હતો. તેમાંથી પાંચ RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા અને યુગાન્ડા સામેની છેલ્લી લીગ મેચ રમી ન હતી.
હવે તે તમામ શનિવારે મેચ માટે હાજર રહેશે. ધુલ અને અન્ય સંક્રમિત ખેલાડીઓ ત્રિનિદાદમાં સાત દિવસના આઈસોલેશન પછી શુક્રવારે સવારે એન્ટિગુઆ પહોંચ્યા. જો કે ધુલની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળનાર નિશાંત સિંધુ પોઝીટીવ આવ્યો છે. તે મેચ માટે હાજર રહેશે નહીં. તેની જગ્યાએ અનિશ્વર ગૌતમ ટીમમાં સામેલ થશે.
2020ની ફાઇનલમાં ભારત બાંગ્લાદેશ સામે હારી ગયું હતું
અંડર 19 વર્લ્ડ કપ 2020ની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. જેમાં બાંગ્લા ટીમે પ્રબળ દાવેદાર ભારતને હરાવી પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બાંગ્લાદેશનો કેપ્ટન રકીબુલ હસન એ યાદગાર ફાઈનલનો ભાગ હતો. તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલી એશિયા કપની સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
આ પણ વાંચો – India vs Bangladesh, U19 World Cup, Live streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો