શાહીન આફ્રિદીને 95 મીટર સિક્સ ફટકારી, આ બેટ્સમેને ટીમને હારમાંથી બચાવી, જુઓ Video
ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલામાં ઓવલ ઇન્વિન્સીબલ્સે વેલ્શ ફાયરના હાથમાંથી જીત છીનવી લીધી હતી. જે બાદ મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી, શાહીન આફ્રિદી-હારિસ રઉફ પણ કંઈ કરી શક્યા નહીં.
જે ટીમમાં શાહીન આફ્રિદી (Shaheen Afridi) અને હરિસ રૌફ (Haris Rauf) જેવા ખેલાડીઓ હોય તેમની પાસેથી જીત છીનવી લેવી એ દેખીતી રીતે એટલું સરળ નથી. પરંતુ ધ હન્ડ્રેડમાં, ઓવલ ઇન્વિન્સીબલ્સ ઓલરાઉન્ડર ટોમ કરને (Tom Curran) તે કરી બતાવ્યું હતું. 7મા નંબરે ઉતરીને ટોમ કરને એવી શાનદાર બેટિંગ કરી કે શાહીન આફ્રિદી અને હરિસ રૌફ પણ જોતા જ રહી ગયા. આ મેચ ટાઈ રહી હતી અને ઓવલ ઈન્વિન્સીબલ્સે છેલ્લા બોલ પર પોતાની હાર ટાળી હતી.
ઓવલ ઈન્વિન્સીબલ્સને હારથી બચાવી
વેલ્શે 100 બોલમાં 138 રન બનાવ્યા હતા. વિકેટકીપર જો ક્લાર્કે 69 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં ગસ એટકિન્સનને 3 વિકેટ મળી હતી. ટોમ કરને 2 વિકેટ લીધી હતી. આ પછી જેસન રોય પહેલા બોલે જ આઉટ થયો હતો. શાહિને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. જોર્ડન કોક્સે 51 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ટોમ કરને ઓવલ ઈન્વિન્સીબલ્સને હારથી બચાવી હતી.
🔥 Tom Curran’s monster six 🎯 Georgia Elwiss bowls Marizanne Kapp 💪 Matthew Short’s huge hitting
Vote for your @KPSnacks Play of the Day 👇#TheHundred
— The Hundred (@thehundred) August 6, 2023
શાહીન આફ્રિદીને 95 મીટરની સિક્સ ફટકારી
એક સમયે ઓવલની ટીમના તમામ મુખ્ય બેટ્સમેન 100 રનમાં આઉટ થઈ ગયા હતા. સુકાની સેમ બિલિંગ્સના આઉટ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે વેલ્શ ટીમ મેચ જીતી જશે, પરંતુ ત્યાર બાદ મેચ પલટાઈ હતી. ટોમ કરને વેલ્શ ફાયરના બોલરો સામે ત્રણ લાંબી સિક્સર ફટકારી હતી. તેણે શાહીન આફ્રિદીને 95 મીટરની સિક્સ ફટકારી હતી આ સિવાય હરિસ રઉફને 90 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો, ત્યારબાદ ડેવિડ પેનને 102 મીટરની સિક્સ ફટકારી હતી.
છેલ્લા 5 બોલમાં ડ્રામા
ઓવલ ઈન્વિન્સીબલ્સ છેલ્લા 5 બોલમાં 13 રનની જરૂર હતી. પેનની બોલિંગમાં ટોમ કરન પ્રથમ બોલ પર માત્ર એક રન જ બનાવી શક્યો હતો. પેને બીજો બોલ વાઈડ ફેંક્યો અને ઓવલને વધુ એક રન મળ્યો. આ પછી પેન ફરીથી બોલિંગ પર આવ્યો અને આ વખતે સુનીલ નારાયણને લેગ બાયનો રન મળ્યો. હવે ઓવલને 3 બોલમાં 10 રનની જરૂર હતી અને ટોમ કરને સ્ક્વેર લેગ પર લાંબી સિક્સ ફટકારી. હવે 2 બોલમાં 4 રનની જરૂર હતી અને કરન આગલા બોલ પર બે રન લેવા માંગતો હતો પરંતુ તેનો પાર્ટનર નરેન રન આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન?
એક બોલમાં 3 રનની જરૂર હતી
અંતે ઓવલને એક બોલમાં 3 રનની જરૂર હતી અને ટોમ કરન મોટો શોટ રમી શક્યો ન હતો પરંતુ તેણે બે રન લઈ લીધા હતા. બીજા રન માટે, ટોમ કરને અદભૂત ડાઇવ લગાવી અને તેનું બેટ ક્રિઝની અંદર એક ઇંચ રહ્યું. નહિંતર કરનને રનઆઉટ જાહેર કરવામાં આવ્યો હોત અને વેલ્શ ટીમ મેચ જીતી ગઈ હોત પરંતુ એવું બન્યું નહીં અને મેચ ટાઈમાં સમાપ્ત થઈ.