IPL ની આગામી સિઝનમાં થઇ શકે છે પરિવર્તન, બે નવી ટીમ ઉમેરાવા સાથે થશે આ બદલાવ, જાણો

|

Jul 06, 2021 | 9:30 AM

IPL માં નવી ટીમો પૈકી એક ટીમ અમદાવાદ (Ahmedabad) ની ટીમ હોઇ શકવાની સંભાવના વધુ છે. આ સાથે 10 ટીમોની ટૂર્નામેન્ટ થશે. ઉપરાંત કેટલાક નિયમોમાં પણ બદલાવ થશે.

IPL ની આગામી સિઝનમાં થઇ શકે છે પરિવર્તન, બે નવી ટીમ ઉમેરાવા સાથે થશે આ બદલાવ, જાણો
IPL Trophy

Follow us on

IPL 2021 ના આગળના તબક્કાની મેચો UAE માં રમાનારી છે, આ માટે તૈયારીઓ જોશરશોર થી ચાલી રહી છે. કારણ કે હવે BCCI દ્વારા IPL ના આયોજનને લઇ દિવસો ગણવા લાગ્યુ છે. જોકે IPL 2022 ની ટૂર્નામેન્ટ અનેક પરિવર્તનો સાથે જોવા મળશે. IPL 2022 ની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. જૂલાઇ-ઓગષ્ટ દરમ્યાન જ તૈયારીનો પ્રથમ તબક્કો સામે આવી શકે છે.

આઈપીએલ 2022 માં 8 ને બદલે 10 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ માટેની નિવિદા પણ ટૂંક સમયમાં બહાર પડનારી છે. જે માટે રસ ધરાવતા બિઝનેશ હાઉસ પણ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે પૂર્વ તૈયારીઓ કરી રહી છે. બીસીસીઆઇ નવી ટીમને સમાવવા માટે ઓકશન યોજશે, જેના દ્વારા નવી ટીમોને સામેલ કરવામાં આવશે.

આ કોર્પોરેટ હાઉસો છે, ઇચ્છુક

મીડિયા રિપોર્ટસ મુજબ, કલકત્તા સ્થિત આરપી-સંજીવ ગોયંકા, અમદાવાદ (Ahmedabad) નુ અદાણી ગૃપ (Adani Group), હૈદરાબાદ સ્થિત અરવિંદો ફર્મા લિમિટેડ અને ટોરેન્ટ ગૃપ આઇપીએલ માં ટીમ ખરીદવા ઇચ્છુક છે. આ ઉપરાંતના પણ કેટલાક કોર્પોરેટ ગૃહ પણ આઇપીએલ ટીમ ખરીદવા માટે પ્રયાસો કરીવામાં લાગ્યા છે. સંજીવ ગોયન્કા ગૃપ પહેલા રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ ટીમ ધરાવતા હતા. જે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ બે વર્ષ સસ્પેન્ડ થવાને લઇને ટૂર્નામેન્ટમાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડિસેમ્બરમાં થઇ શકે છે, ઓકશન

મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષના અંતમાં મોટુ ઓકશન યોજવામાં આવી શકે છે. ઓકશન આ વર્ષે આકર્ષણનુ કેન્દ્ર બની શકે છે. સાથે જ બીસીસીઆઇ મીડિયા રાઇટ્સને લઇને પણ ઓકશન યોજી શકશે.

સેલેરી પોકેટમાં થશે વધારો

આગામી સિઝન થી ફ્રેન્ચાઇઝી ના સેલેરી પર્સમાં બીસીસીઆઇ વધારો કરવા જઇ રહ્યા છે.બીસીસીઆઇ 85 કરોડ થી વધારીને 90 કરોડ સુધી વધારી શકે છે. તેનો મતલબ છે કે 10 ફ્રેન્ચાઇઝી મળવાને લઇને કુલ સેલેરી પૂલમાં 50 કરોડનો ઇજાફો થશે. ફ્રેન્ચાઇઝીઓ એ 75 ટકા રકમ વાપરવી પડે છે. આગળના ત્રણ વર્ષમાં આ રકમ 90 થી 95 કરોડ રુપિયા થઇ જશે. અને 2024 સુધીમાં 100 કરોડ થઇ જશે.

ખેલાડીઓને રિટેન કરવાને લઇ હશે આ નિયમ

દરેક ફ્રેન્ચાઇઝીને ચાર ખેલાડીઓ ને રિટેન કરવાની પરવાનગી રહેશે. જોકે ચાર ખેલાડીઓ પૈકી વધુમા વધુ ત્રણ ભારતીય ખેલાડી ને રિટેન કરી શકાશે. અથવા 2 વિદેશી અને 2 ભારતીય ખેલાડી મુજબ રિટેન કરી શકાશે.

 

આ પણ વાંચોઃ Cricket: રસપ્રદ કિસ્સો, ન્યુઝીલેન્ડ સામે આ ટીમે પ્લેયીંગ ઇલેવનમાં અડધોઅડધ ‘ભાઇ-ભાઇ’ને મેદાને ઉતાર્યા

Next Article