AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: રસપ્રદ કિસ્સો, ન્યુઝીલેન્ડ સામે આ ટીમે પ્લેયીંગ ઇલેવનમાં અડધોઅડધ ‘ભાઇ-ભાઇ’ને મેદાને ઉતાર્યા

આમ તો સ્વાભાવિક છે કે બે ભાઇ ઓ ક્રિકેટ (Cricket) ના મેદાને ઉતરતા જોયા હશે, પરંતુ અડધી ટીમ ભાઇ ની જોડી થી ભરેલી હોય તે આશ્વર્ય છે.

Cricket: રસપ્રદ કિસ્સો, ન્યુઝીલેન્ડ સામે આ ટીમે પ્લેયીંગ ઇલેવનમાં અડધોઅડધ 'ભાઇ-ભાઇ'ને મેદાને ઉતાર્યા
Zimbabwe vs New Zealand-Harare Test 1997
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 12:50 PM
Share

ક્રિકેટના મેદાનમાં બે ભાઇઓની જોડી દ્વારા રમત રમતી અનેક વાર જોવા મળી જે છે. જેમ કે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા ( Krunal Pandya ) ની જોડી ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવી રહી છે. અગાઉ ઇરફાન પઠાણ ( Irfan Pathan ) અને યૂસુફ પઠાણની જોડી પણ કમાલ કરી ચુકી છે. જો કે 11 ખેલાડીઓની ટીમમાં 2 ભાઇઓને સામેલ હોવુ એ આશ્વર્ય કમ નથી જ હોતી. પરંતુ એક સાગમટે 3-3 બે ભાઇઓની જોડી મેદાને ઉતરેલી જોવા મળે તો, સ્વાભાવિક જ અપાર આશ્વર્ય સર્જાઇ જાય.

પ્લેયીંગ ઇલેવનમાં એક જ ટીમમાંથી 6 ખેલાડીઓ તો માત્ર ભાઇ-ભાઇ જ હોય એવી ઘટના સર્જાઇ છે. એટલે કે બે ભાઇઓની 3 જોડીઓ એક જ ટીમમાંથી એક સાથે ભાગ લઇ ચુકી છે. આવુ આશ્વર્ય વર્ષ 1997માં સર્જાયુ હતુ. ઝિમ્બાબ્વે (Zimbabwe) ની ટીમમાંથી એક સાથે 3-3 ભાઇઓની જોડી ક્રિકેટ રમવા મેદાને ઉતરી હતી. જેમાં એન્ડી ફ્લાવર (Andy Flower) અને ગ્રાન્ટ ફ્લાવર (Grant Flower) ની જાણીતી જોડી હતી.

ફ્લાવર બંધુની જોડી ઉપરાંત પોલ સ્ટ્રેંગ અને બ્રાયન સ્ટ્રેંગ તેમજ, ગેવિન રેની અને જોન રેનીની જોડી મેદાનમાં રમવા માટે આવી પહોંચી હતી. 1997 માં હરારે ટેસ્ટ (Harare Test) મેચ રમાઇ હતી, જેમાં ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડ બંને ટીમો આમને સામને હતી.

ભાઇ-ભાઇ બહુમત ખેલાડીઓ ભરેલી ટીમ ઝિમ્બાબ્વે એ ટોસ હારી બેટીંગ કરી હતી. પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન ગ્રાન્ટ ફ્લાવરે શતક ફટકાર્યુ હતુ. જ્યારે પોલ સ્ટ્રેંગ એ 42 અને જોની રેની એ 22 રનની ઇનીંગ રમી હતી. આમ ઝિમ્બાબ્વે ની ટીમની પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન 298 રનનો સ્કોર ખડક્યો હતો. જ્યારે બોલીંગ દરમ્યાન પોલ સ્ટ્રેંગ અને બ્રાયન સ્ટ્રેંગની જોડીએ 5 વિકેટ ઝડપી હતી.

ગ્રાન્ટ ફ્લાવરની બંને ઇનીંગમાં સદી

જવાબમાં ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનીંગ ફક્ત 207 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને લઇ ઝિમ્બાબ્વે ની ટીમે 91 રનની લીડ મેળવી હતી. લીડ સાથે ટીમ બીજી ઇનીંગ માટે મેદાને ઉતરી હતી, જેમાં ફરી એકવાર ગ્રાન્ટ ફ્લાવરે શતક ફટકાર્યુ હતુ. ગ્રાન્ટ એ 151 રનની ઇનીંગ રમી હતી, તેણે ટેસ્ટની બંને ઇનીંગમાં શતક ફટકાર્યા હતા. ગેવિન રેનીએ 57 રનની ઇનીંગ રમી હતી.

કિવીએ હાર ને ટાળી

મજબૂત સ્થિતીમાં રહેલી ઝિમ્બાબ્વેની ટીમે 311 રનના સ્કોરે ઇનીંગને ઘોષીત કરી દીધી હતી. લીડ સાથે મળીને 403 રનનુ જીતનુ લક્ષ્ય કીવી ટીમને મળ્યુ હતુ. જેનો પીછો કરવા માટે મેદાને આવી હતી. હારને ટાળવા સતત પ્રયાસને અંતે ન્યુઝીલેન્ડ ની ટીમ એક વિકટ બચાવીને મેચને ડ્રો માં પહોંચાડવા સફળ રહી હતી. આમ હારથી બચવામાં કીવી ટીમ સફળ રહી હીતી.

આ પણ વાંચોઃ INDW vs ENGW: ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યુ, મિતાલી રાજની શાનદાર સળંગ ત્રીજી ફીફટી

g clip-path="url(#clip0_868_265)">