IND vs PAK T20, Commonwealth Games 2022: કોમનવેલ્થમાં જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ, જાણો ક્યારે અને ક્યાં થશે સ્પર્ધા

Cricket : કોમનવેલ્થ ગેમ્સમાં આઠ મહિલા ક્રિકેટ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે જૂથોમાં વહેંચાયેલા છે. આ બે જૂથમાંથી ટોચની 2 ટીમો સીધી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

IND vs PAK T20, Commonwealth Games 2022: કોમનવેલ્થમાં જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ, જાણો ક્યારે અને ક્યાં થશે સ્પર્ધા
India vs Pakistan Women Cricket Match (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 7:45 AM

કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games 2022) માં 24 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આવું 1998 માં થયું હતું. આ વખતે માત્ર મહિલા ક્રિકેટ (Women Cricket) ને જ તક મળી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાની આ પ્રથમ ઘટના બની છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના લગભગ 4,500 એથ્લેટ ભાગ લઇ રહ્યા છે.

ટૂર્નામેન્ટમાં ક્રિકેટ રમતોની પ્રથમ મેચ 29 જુલાઈના રોજ યોજાશે. તમામ મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ માટે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commenwealth Games 2022) માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) ની પણ જાહેરાત કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હરમનપ્રીત કૌર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે

ચાહકો માટે સારા સમાચાર છે કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પણ રમશે. આવી સ્થિતિમાં ચાહકોને બમણો રોમાંચ જોવા મળશે. ટીમ ઈન્ડિયાની કપ્તાની હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ના હાથમાં રહેશે. બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ઉપ સુકાનીની ભૂમિકા નિભાવશે.

8 મહિલા ક્રિકેટ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે

આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની 8 મહિલા ટીમોને સામેલ કરવામાં આવી છે. આ 8 ટીમોને કુલ બે જૂથોમાં વહેંચાયેલા છે. આ બંને ગ્રૂપમાંથી ટોચની 2 ટીમો સીધી સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ પછી બંને ટીમો વચ્ચે ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે જંગ ખેલાશે.

ગ્રુપ એઃ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બારબાડોસ ગ્રુપ બીઃ ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા

કોમનવેલ્થ ગેમ્સ માટે ભારત અને પાકિસ્તાનની ટીમ આ પ્રમાણેની રહેશેઃ

ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (સુકાની), સ્મૃતિ મંધાના (ઉપ સુકાની), શેફાલી વર્મા, એસ. મેઘના, તાનિયા ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ, હરલીન દેઓલ, સ્નેહ રાણા.

સ્ટેન્ડબાયઃ રૂચા ઘોષ, પુનમ યાદવ, સિમરન દિલ બહાદુર.

પાકિસ્તાનની મહિલા ટીમઃ બિસ્માહ મરૂફ (સુકાની), મુનીબા અલી, અનમ અમીન, આયમાન અનવર, ડાયના બેગ, નિદા ડાર, ગુલ ફિરોઝા, તુબા હસન, કાઈનત ઈમ્તિયાઝ, સાદિયા ઈકબાલ, ઈરમ જાવેદ, આયેશા નસીમ, આલિયા રિયાઝ, ફાતિમા સના, ઓમાઈમા સોહેલી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">