‘બાયો-બબલ’ યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ

મહત્વનું છે કે એપ્રિલ 2020 ની સરખામણીમાં એપ્રિલ 2022 માં કોરોનાના કેસ દેશભરમાં નહિવત થતા ગયા છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) મહત્વનો નિર્ણય લઇ શકે છે.

'બાયો-બબલ' યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ
BCCI Office (PC: Twitter)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Apr 06, 2022 | 9:52 PM

ક્રિકેટમાં ‘બાયો-બબલ’ (Bio-Bubble) ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. સુત્રો દ્વારા મળી રહેતા એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આ મહિને શરૂ થનારી 2 ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ક્રિકેટરોની બબલ લાઈફનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત ઉપયોગ અંડર-19 કૂચ બિહાર ટ્રોફી અને સીનિયર મહિલા T20 ટ્રોફીમાં થશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં (Domestic Cricket) ભાગ લેનારી ટીમોને કહેવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટમાં જોડાતા પહેલા ખેલાડીઓને કોઈપણ પ્રકારની ક્વોરેન્ટાઈનમાં રહેવાની જરૂર નથી. કોવિડ-19 ની શરૂઆત પછી આ પ્રથમ વખત બનશે. જ્યારે ટીમો ભારતમાં ક્વોરેન્ટાઇન અને બાયો-બબલ (Bio-Bubble) વિના ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જોકે, આ સમયગાળા દરમિયાન નિયમિત આરટીપીસીઆર પરીક્ષણો થશે. જેથી ચેપના જોખમને માપી શકાય. અહેવાલ મુજબ, ટીમો તેમની મેચના ત્રણ દિવસ પહેલા સ્થળ પર ભેગા થઈ શકે છે અને બીજા જ દિવસે પ્રેક્ટિસ શરૂ કરી શકે છે.

બાયો-બબલથી થતા થાક-તણાવને ઓછો કરવા બોર્ડનો પ્રયત્ન

નોંધનીય છે કે એપ્રિલ 2020 ની સરખામણીએ આ એપ્રિલમાં કોરોનાના કેસ નહિવત છે. દેશમાં દરરોજ જોવા મળતા કોરોનાના કેસોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, BCCI એ ખેલાડીઓમાં બાયો-બબલના કારણે થનારી થાક અને તણાવને ઓછો કરવા માટે આ પ્રયોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે, ટીમો પાસે કોરોના ચેપને રોકવા માટે સાવચેતી રાખવાની અપેક્ષા રાખવામાં આવશે. આ હેઠળ, ટીમો હોટલના એક ભાગમાં રોકાશે અને ખેલાડીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવશે કે તેઓ બહારના લોકોને ન મળે.

ટીમના સભ્યોની સંખ્યા 18 ને બદલે 15 થઇ શકે છે

આ સાથે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ ટુર્નામેન્ટના સ્થળોને પણ મર્યાદિત રાખશે. જેથી કરીને મુસાફરી દરમિયાન કોરોના સંક્રમણના જોખમને ટાળી શકાય. એવું પણ બને કે 18 સભ્યોની ટીમને બદલે 15 સભ્યોની ટીમની મર્યાદા રાખવામાં આવે.

આ પણ વાંચો : MI vs KKR, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો કોલકાતા સામે 161 રનનો સ્કોર, સૂર્યકુમારની અડધી સદી

આ પણ વાંચો : KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati