Icc Women World Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે જામશે ટક્કર, વિશ્વકપમાં કોની સામે ક્યારે રમાશે ટીમ ઇન્ડિયાની મેચ જાણો પુરુ શિડ્યૂલ

|

Dec 15, 2021 | 11:10 AM

તાજેતરમાં, ICC T20 વર્લ્ડ કપ-2021 માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની પુરૂષ ક્રિકેટ ટીમો સામસામે આવી હતી. હવે આવતા વર્ષે વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને થશે.

Icc Women World Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે જામશે ટક્કર, વિશ્વકપમાં કોની સામે ક્યારે રમાશે ટીમ ઇન્ડિયાની મેચ જાણો પુરુ શિડ્યૂલ
India vs Pakistan

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ટકરાશે. બંને વચ્ચેની ટક્કરને લઇને તૈયારીઓ થઈ ગઈ છે, ગ્રાઉન્ડ પણ ફાઈનલ થઈ ગયું છે અને તારીખ પણ નિશ્વિત થઇ ચુકી છે. આ બંને ટીમો પુરુષ ક્રિકેટમાં નહીં પરંતુ મહિલા ક્રિકેટમાં સામ સામે ટકરાશે. ICC મહિલા વન ડે વર્લ્ડ કપ (Icc Women World Cup 2022) નું આયોજન આવતા વર્ષે માર્ચમાં થવાનું છે. આઈસીસીએ આ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તેની સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ક્યારે થશે તે પણ જણાવ્યુ છે. આ મેચ 6 માર્ચે રમાશે. મેદાન બે ઓવલનું ટૌરંગા હશે. આ સાથે બંને ટીમ આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે પરંતુ તમામ ટીમોએ પોતાની વચ્ચે મેચ રમવી પડશે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. એટલે કે દરેક ટીમે સેમિફાઇનલ પહેલા સાત મેચ રમવાની રહેશે. લીગ તબક્કાની સમાપ્તિ પછી, ટોચની ચાર ટીમોને સેમિફાઇનલની ટિકિટ મળશે. આ પછી ફાઈનલ રમાશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ તારીખે રમાશે મેચ

ભારતને તેની બીજી મેચ રમતા પહેલા ત્રણ દિવસનો આરામ મળશે. 6 તારીખે રમ્યા બાદ ભારતે તેની આગામી મેચ 10 માર્ચે યજમાન ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. આ મેચ સેડન પાર્ક, હેમિલ્ટનમાં રમાશે. 12 માર્ચે ભારતીય ટીમ ફરીથી સેડન પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આ પછી, તે તેની આગામી મેચ આ ટૂર્નામેન્ટના વર્તમાન વિજેતા ઇંગ્લેન્ડ સામે 16 માર્ચે રમશે.

ભારતે ફરીથી આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. આ મેચ 19 માર્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. ભારત 22 માર્ચે બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સેડન પાર્ક, હેમિલ્ટનમાં રમાશે. 27 માર્ચે ભારતીય ટીમ ક્રાઈસ્ટ ચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે.

 

બે વાર ટીમ ફાઇનલમાં પહોંચી હતી

ICC મહિલા ODI વર્લ્ડ કપની છેલ્લી આવૃત્તિ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. મિતાલી રાજની કપ્તાનીવાળી ભારતીય ટીમે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે ભારત ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. ભારત બે વખત આ વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. 2017 પહેલા ભારતીય મહિલા ટીમ મિતાલી રાજની કેપ્ટનશીપમાં ફાઈનલ રમી હતી પરંતુ જીતી શકી ન હતી.

 

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી ODI કેપ્ટનશિપ હટવા બાદ પ્રથમ વાર આવશે સામે, આ 4 સવાલોના આપશે જવાબ!

Published On - 10:56 am, Wed, 15 December 21

Next Article