AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: આ 7 ખેલાડી હતા 2019 વર્લ્ડકપ ટીમનો હિસ્સો, 4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા

ભારત 2023 ODI વર્લ્ડની યજમાની કરશે. ટીમ ઈન્ડિયા પાસે 12 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની તક છે. ભારત 1983 અને 2011માં વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. 2023ની ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જે પોતાના દમ પર ટીમને જીત અપાવવાની ક્ષમતા ધરાવે છે. જેમાં કેટલાક ખેલાડીઓ ગત વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા, જ્યારે અનેક હાલ ટીમથી બહાર ચાલી રહ્યા છે.

World Cup 2023: આ 7 ખેલાડી હતા 2019 વર્લ્ડકપ ટીમનો હિસ્સો, 4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 6:25 PM
Share

ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે, જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઉપ-કપ્તાન હશે. ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ ભારતમાં યોજાશે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાની આશાઓ પણ વધી ગઈ છે. છેલ્લી વખત ભારતીય ટીમે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો અને તેની યજમાની પણ ભારતે જ કરી હતી. તો હવે 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા (Team India) પાસે ફરી ઈતિહાસ રચવાની શાનદાર તક છે.

ટીમ ઈન્ડિયામાં ઘણો બદલાવ આવ્યો છે

ચાર વર્ષ પહેલા જ્યારે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચી હતી. ન્યુઝીલેન્ડે કરોડો ભારતીય ચાહકોના સપના તોડી નાખ્યા હતા. જો આપણે 2019 અને 2023ની ટીમોની સરખામણી કરીએ તો 7 ખેલાડીઓ એવા છે જે 2019ની વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મયંક અગ્રવાલ, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, પંતનો સમાવેશ થાય છે. આ સિવાય કેદાર જાધવ અને મયંક અગ્રવાલ સિવાય, તમામ ખેલાડીઓએ 2019ની સેમિ ફાઈનલ મેચ પણ રમી હતી. આ સાત ખેલાડીઓ ઉપરાંત શિખર ધવન અને વિજય શંકર પણ ટીમનો ભાગ હતા, પરંતુ તેઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. ધવનની જગ્યાએ પંતને ટીમમાં જગ્યા મળી છે.

ધોનીએ લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. સ્ટાર વિકેટકીપર રિષભ પંત ડિસેમ્બર 2022થી ક્રિકેટથી દૂર છે. તે રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. જ્યારે કેદાર જાધવ ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તે અત્યાર સુધી ટીમમાં પરત ફરી શક્યો નથી. તે ફેબ્રુઆરી 2020 થી બહાર છે. તેણે તેની છેલ્લી ODI મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

2019 વર્લ્ડ કપનો મુખ્ય બોલર ‘ભુવનેશ્વર કુમાર’

ધોની હોય, વિરાટ હોય કે રોહિત, જ્યારે પણ તેમને વિકેટની જરૂર પડતી ત્યારે તેઓ બોલ ભુવીને આપી દેતા હતા. ભુવી સ્લોગ ઓવરમાં વધુ ખતરનાક બની જતો હતો. તેના બોલ પર રન બનાવવો એ સ્ટાર બેટ્સમેનો માટે પણ એક પડકાર હતો. ભુવીની ખાસ વાત એ છે કે તે બોલને બંને દિશામાં સ્વિંગ કરે છે. ભુવીની આ સૌથી મોટી તાકાત છેલ્લા કેટલાક સમયથી તેની નબળાઈ પણ બની ગઈ છે. ભુવી એશિયા કપ 2022 અને T20 વર્લ્ડ 2022માં વિશ્વાસ પર ખરો ઉતર્યો ન હતો. પરિણામ એ આવ્યું કે ટીમ ઈન્ડિયા બંને ટૂર્નામેન્ટ હારી ગઈ અને ભુવી પણ બહાર થઈ ગયો. 33 વર્ષીય ભુવનેશ્વર કુમારે જાન્યુઆરી 2022 થી એકપણ વનડે રમી નથી.

દિનેશ કાર્તિકનો છેલ્લો વનડે વર્લ્ડ કપ સાબિત થયો

હવે વાત કરીએ દિનેશ કાર્તિકની. 38 વર્ષીય દિનેશ કાર્તિકની કારકિર્દી એક રીતે સમાપ્ત થઈ ગઈ છે. તેની માત્ર ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ મેચ દિનેશ કાર્તિકની છેલ્લી ODI મેચ હતી. કાર્તિક લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે હવે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળી રહ્યો છે.

મયંક અગ્રવાલ પણ 2019 વર્લ્ડ કપ ટીમમાં હતો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ નિષ્ણાત તરીકે પોતાની ઓળખ બનાવનાર મયંક અગ્રવાલ પણ 2019 વર્લ્ડ કપ ટીમનો એક ભાગ હતો. મયંક ઓપનિંગ બેટ્સમેન છે. તે નવેમ્બર 2020 થી ODI ક્રિકેટ રમ્યો નથી. મયંકને તકો મળતી રહી, પણ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. આ જ કારણ છે કે આજે તે ટીમની બહાર છે. હવે એવું લાગે છે કે મયંક પસંદગીકારોની યાદીમાંથી ગાયબ થઈ ગયો છે અને ભવિષ્યમાં તેને ભાગ્યે જ ફરી તક મળી શકે છે. મયંકનું ધ્યાન હાલમાં ઘરેલુ ક્રિકેટ પર છે અને તે IPLમાં પણ રમતો જોવા મળે છે.

શિખર ધવન-વિજય શંકર ટીમનો ભાગ હતા

આ ખેલાડીઓ ઉપરાંત વિજય શંકર અને શિખર ધવન પણ 2019ની ટીમનો ભાગ હતા. ઓલરાઉન્ડર વિજય શંકર પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો. તેને 3 મેચમાં રમવાની તક મળી, જેમાં તેનું સરેરાશ પ્રદર્શન રહ્યું. વિજય શંકરને પણ ચોથા નંબર પર બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. ઈજાના કારણે તેને ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. વિજય શંકર ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે.

આ પણ વાંચો : World Cup 2023: જાણો વર્લ્ડ કપ મેચો માટે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ 11 કેવી રહેશે

ધવનના સ્થાને પંતને ટીમમાં જગ્યા મળી હતી

આ સિવાય શિખર ધવન પણ વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો પરંતુ ઈજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં જગ્યા મળી છે.

2023 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">