વર્લ્ડ કપમાં ઈન્ડિયા નહીં પણ ભારતના નામે રમશે ટીમ? વીરેન્દ્ર સેહવાગની BCCI પાસે ગજબની ડિમાન્ડ
એવા સમાચાર છે કે દેશનું અંગ્રેજી નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવામાં આવી શકે છે, આ દરમિયાન પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) BCCIને અપીલ કરી છે કે ટીમને ભારતના નામથી વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી આપવામાં આવે.સેહવાગે નેપાળ સામેની મેચ દરમિયાન ઈન્ડિયા vs નેપાળ ને બદલે ભારત Vs નેપાળ હેશટેગનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમનું નામ બદલાશે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે (Virender Sehwag) બીસીસીઆઈ (BCCI) પાસે એક શાનદાર માંગ કરી છે. વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને આગામી મહિને શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું નામ બદલવાની અપીલ કરી છે. સેહવાગે કહ્યું કે ટીમ ઈન્ડિયાને બદલે ભારતના નામે મેદાનમાં ઉતારવી જોઈએ.
સેહવાગે ટ્વીટ કરતી વખતે લખ્યું કે હું હંમેશા માનું છું કે નામ એવું હોવું જોઈએ જે આપણામાં ગૌરવ પેદા કરે. આપણે ભારતીય છીએ અને ઈન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું હતું. એટલા માટે ટીમ ઈન્ડિયાનું નામ પણ બદલવું જોઈએ. સેહવાગે ટ્વિટર પર જય શાહને ટેગ કરીને માંગ કરી હતી કે વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની છાતી પર ભારત લખેલું હોવું જોઈએ.
વીરેન્દ્ર સેહવાગે આ ટ્વીટ એ સમાચાર આવ્યા પછી કરી હતી કે એવા સમાચાર આવવા લાગ્યા છે કે ટૂંક સમયમાં દેશનું સત્તાવાર નામ બદલીને ભારત કરવામાં આવી શકે છે. અંગ્રેજીમાં પણ દેશનું નામ ભારત લખવામાં આવશે. સેહવાગે નેપાળ સામેની મેચ દરમિયાન ઈન્ડિયા vs નેપાળ ને બદલે ભારત Vs નેપાળ હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA
— Virender Sehwag (@virendersehwag) September 5, 2023
(Tweet: Virender Sehwag Twitter)
આ પણ વાંચો :
આ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમ તેનું નામ બદલી ચૂકી છે
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમનું નામ બદલાશે. આ પહેલા નેધરલેન્ડની ટીમનું નામ બદલવામાં આવ્યું છે. પહેલા આ ટીમ હોલેન્ડના નામથી રમતી હતી, પરંતુ 1 જાન્યુઆરી, 2020ના રોજ આ દેશે તેનું સત્તાવાર નામ બદલીને નેધરલેન્ડ કરી દીધું. સેહવાગે નેધરલેન્ડનું ઉદાહરણ પણ આપ્યું છે.
સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું કે નેધરલેન્ડની ટીમ 1996ના વર્લ્ડ કપમાં હોલેન્ડના નામે રમવા આવી હતી . પરંતુ 2003માં આ ટીમ નેધરલેન્ડના નામથી રમી હતી અને આજે પણ તે આ જ નામથી ઓળખાય છે. બર્માએ પણ તેનું નામ બદલીને મ્યાનમાર કરી દીધું છે. એવા ઘણા દેશો છે જે તેમના મૂળ નામ પર પરત ફર્યા છે.