ભારત દક્ષિણ આફ્રિકાને 100 રનથી હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન! ફાઈનલ પહેલા જ Wikipedia એ કરી દીધી જાહેરાત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો ટાઈટલ મુકાબલો 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં રમાવાનો છે, પરંતુ ફાઈનલ પહેલા જ વિકિપીડિયાએ ભારતને વિજેતા જાહેર કરું દીધું હતું. પરંતુ ખરેખર આ પરિણામ આવશે કે નહીં તે તો રવિવારે જ નક્કી થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ICC મહિલા વર્લ્ડ કપ ફાઈનલની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહી છે. આ ઐતિહાસિક ફાઈનલ 2 નવેમ્બર, રવિવારના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પહેલીવાર ટાઈટલ જીતવાની આશા રાખી રહી છે, અને 25 વર્ષ પછી નવી મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ મળશે. જોકે, ફાઈનલ મેચ શરૂ થવાના માત્ર 24 કલાક પહેલા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો જેણે બધાને વિચારતા કરી દીધા. આ ટાઈટલ મેચના એક દિવસ પહેલા, મહિલા વર્લ્ડ કપ વિકિપીડિયા પેજ પર ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ફાઈનલ 100 રનથી જીતી
હા, આ ચોંકાવનારો દાવો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના સત્તાવાર વિકિપીડિયા પેજ પર કરવામાં આવ્યો હતો. હકીકતમાં, શનિવાર, 1 નવેમ્બરના રોજ, જ્યારે વર્લ્ડ કપની અગાઉની બધી આવૃત્તિઓના વિભાગમાં વર્તમાન ટુર્નામેન્ટની ફાઈનલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, ભારતે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 100 રનથી હરાવ્યું, અને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. આ અપડેટે બધાને ચોંકાવી દીધા, અને તેના સ્ક્રીનશોટ વાયરલ થયા.

Wikipedia screenshot
આ જાહેરાત પાછળનું સત્ય શું છે?
પણ આવું કેમ બન્યું? શું ખરેખર આવું થવાનું છે? કે પછી કોઈએ ભવિષ્યવાણીમાં આ દાવો કર્યો છે? સત્ય એ છે કે વિકિપીડિયામાં આ ફેરફારો મજાકનો ભાગ લાગે છે. વાસ્તવમાં, વિકિપીડિયા એક ઓપન પ્લેટફોર્મ છે, જ્યાં કોઈપણ ફેરફાર કરી શકે છે. તેથી, ઘણીવાર એવું બને છે કે વિવિધ વ્યક્તિ, સંગઠનો, દેશો અથવા ટુર્નામેન્ટના પેજ પર એવા ફેરફારો કરવામાં આવે છે જે ફક્ત મનોરંજન માટે અથવા કોઈને હેરાન કરવા માટે કરવામાં આવે છે.
ભૂલ સુધારવામાં આવી
દેખીતી રીતે, જ્યારે વર્લ્ડ કપ વિજેતા અંગે ફેરફાર ધ્યાનમાં આવ્યો, ત્યારે તેને થોડા સમય પછી સુધારવામાં આવ્યો, અને અંતિમ પરિણામ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના વિજેતાનો નિર્ણય હવે રવિવારે મેચમાં કરવામાં આવશે, જેમાં બંને ટીમો વચ્ચે ટક્કરની સ્પર્ધા હોવાની અપેક્ષા છે. વિકિપીડિયા પેજ પણ સત્તાવાર રીતે અપડેટ કરવામાં આવશે, જે એકદમ સાચું હશે.
આ પણ વાંચો: IPL 2026: સંજુ સેમસન 9 વર્ષ પછી દિલ્હીમાં પરત ફરશે, રાજસ્થાન રોયલ્સને મળશે આ વિસ્ફોટક બેટ્સમેન!
