ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને જીજા મનરેગા મજૂર, દૈનિક વેતન તરીકે કમાય છે 237 રૂપિયા

|

Mar 26, 2025 | 7:13 PM

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બહેન અને જીજાના નામ મનરેગા કામદારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને દૈનિક વેતન પણ નિયમિત મળી રહ્યું છે.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને જીજા મનરેગા મજૂર, દૈનિક વેતન તરીકે કમાય છે 237 રૂપિયા
Shamis sister and brother in law

Follow us on

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં મનરેગા યોજનામાં એક મોટી છેતરપિંડી પ્રકાશમાં આવી છે, જ્યાં કરોડપતિ સરપંચે પોતાના પરિવારના બધા સભ્યો અને નજીકના વ્યક્તિઓને મનરેગા મજૂરો બનાવ્યા હતા. એટલું જ નહીં આ બધા લોકોના ખાતામાં પૈસા પણ જમા કરાવવામાં આવ્યા હતા અને ઉપાડી પણ લેવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ગામના સરપંચના પરિવારના સભ્યો સાથે, ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન શબીના અને જીજા ગઝનવી પણ મનરેગા મજૂર છે, જેમના ખાતામાં મનરેગા વેતન જમા કરવામાં આવ્યા છે.

શમીની બહેનની સાસુ સરપંચ

જો આપણે ગામના સરપંચ વિશે વાત કરીએ, તો આ ગામના સરપંચ ગુલે આયેશા મોહમ્મદ શમીની બહેન શબીનાની સાસુ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સરપંચ ગુલે આઈશાના પરિવારના સભ્યો જેમના મનરેગા જોબ કાર્ડ છે, તેમાં એક વકીલ, એક MBBS વિદ્યાર્થી અને એક એન્જિનિયર છે. તે બધાને મનરેગા વેતન પણ ચૂકવવામાં આવી રહ્યું છે.

શમીની બહેન અને જીજા મનરેગા મજૂર

હકીકતમાં, અમરોહામાં જે ગામમાં મનરેગા વેતન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તે જોયા બ્લોકનું પાલોલા ગામ છે. અહીં મનરેગા યોજના હેઠળ 657 જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આમાંથી, લગભગ 150 સક્રિય કાર્ડ છે. ગઝનવીની પત્ની શબીનાનું નામ પણ આ યાદીમાં 473મા ક્રમે છે.

Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે

દીકરીના નામે પણ મનરેગા કાર્ડ બનાવ્યું હતું

જોબ કાર્ડ યાદીમાં નેહાનું નામ 576મા ક્રમે છે. તે ગામના સરપંચ ગુલે આઈશાની પુત્રી છે. વર્ષ 2019માં લગ્ન કર્યા પછી તે તેના પતિ સાથે ગામથી લગભગ સાત કિલોમીટર દૂર જોયા શહેરમાં રહે છે. તેની પાસે પણ મનરેગા લેબર કાર્ડ છે. વર્ષ 2022 થી 2024 દરમિયાન તેના ખાતામાં ઘણા પૈસા પણ આવ્યા છે. 563મા નંબર પર શહજરનું નામ છે, જે સરપંચના પતિ શકીલના સગા ભાઈ છે.

પ્રધાને આખા પરિવાર માટે મનરેગા કાર્ડ બનાવડાવ્યા

જ્યારે આ સમગ્ર મામલે ગામલોકો સાથે વાત કરવામાં આવી ત્યારે ગામલોકોએ એમ પણ જણાવ્યું કે ગામના સરપંચે તેની પુત્રવધૂ, પુત્ર અને સંબંધીઓ સહિત ઘણા લોકો માટે મનરેગા કાર્ડ બનાવડાવ્યા છે. એક દીકરો MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. તેના ખાતામાં પૈસા આવી રહ્યા છે. સેંકડો ખાતાઓમાં છેતરપિંડીથી પૈસા મોકલીને સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. દરમિયાન, મનરેગા વેતન કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ, જિલ્લા મેજિસ્ટ્રેટ નિધિ ગુપ્તા વત્સે તપાસનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે જો આરોપો સાચા સાબિત થશે, તો બધા પૈસા વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો: સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:12 pm, Wed, 26 March 25