WI vs IND: અક્ષર પટેલની તોફાની ઇનિંગની મદદથી ભારતનો 2 વિકેટે વિજય, વિન્ડીઝ સામે ભારતે સતત 12મી શ્રેણી જીતી, શાઈ હોપની સદી એળે ગઇ

|

Jul 25, 2022 | 7:22 AM

Cricke : ભારતીય ટીમ (Team India) એ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ને બે વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 થી જીતીને વિન્ડીઝ સામે સતત 12મી શ્રેણી જીતી હતી.

WI vs IND: અક્ષર પટેલની તોફાની ઇનિંગની મદદથી ભારતનો 2 વિકેટે વિજય, વિન્ડીઝ સામે ભારતે સતત 12મી શ્રેણી જીતી, શાઈ હોપની સદી એળે ગઇ
Team India Win, Axar Patel Man of the Match (PC: BCCI)

Follow us on

પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી વન-ડે (WI vs IND) મેચમાં ભારતીય ટીમ (Team India) એ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ને બે વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 થી જીતીને વિન્ડીઝ સામે સતત 12મી શ્રેણી જીતી હતી. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ ટીમે શાઈ હોપ (Shai Hope) ની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે છેલ્લી ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. અક્ષર પટેલ (Axar Patel) ને 64 રનની ધમાકેદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેરેબિયન ટીમની શરૂઆત શાનદાર રહી હતી અને ઓપનરોએ નવ ઓવરમાં 65 રન બનાવી દીધા હતા. આ ભાગીદારીને દીપકા હૂડા (Deepak Hooda) એ 39 રનના અંગત સ્કોર પર કાયલ મેયર્સને આઉટ કરીને તોડી હતી. અહીંથી શાઈ હોપ અને શમરાહ બ્રૂક્સની જોડીએ સ્કોર 127 સુધી પહોંચાડ્યો હતો. બ્રુક્સ 35 રન બનાવીને આઉટ થયો હતો. ચહલે બ્રાન્ડન કિંગને ખાતું ખોલાવવાની તક પણ આપી ન હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સાઈ હોપ અને સુકાની વચ્ચે સદીની ભાગીદારીએ ટીમે વિશાળ સ્કોર કર્યો

સાઇ હોપ અને કેપ્ટન નિકોલસ પૂરને શાનદાર સદીની ભાગીદારી કરી અને સ્કોર અઢીસોની નજીક પહોંચાડ્યો. પૂરન 74 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ હોપે શાનદાર સદી ફટકારી હતી અને 115 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટના ભોગે 311 નો સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ધવન અને ગિલે ભારતને સારી શરૂઆત અપાવી

મોટા લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરી અને સારી શરૂઆત કરી હતી. પણ જ્યારે 10મી ઓવરમાં ભારતનો સ્કોર 41/0 હતો ત્યારે વરસાદ આવ્યો અને મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી. મેચ ફરી શરૂ થઈ ત્યારે વેસ્ટ ઈન્ડિઝે ભારતને મોટો ઝટકો આપ્યો હતો. 11મી ઓવરમાં 48 રન પર સુકાની શિખર ધવન (13 રન), 16મી ઓવરમાં 66 રન પર શુભમન ગિલ (43 રન) અને 18મી ઓવરમાં 79ના સ્કોર પર સૂર્યકુમાર યાદવ (9 રન) પણ આઉટ થયા હતા. શ્રેયસ અય્યરે સંજુ સેમસન સાથે મળીને 23મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો.

શ્રેયસ અય્યરની ઉપયોગી અડધી સદી

શ્રેયસ અય્યરે 57 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આ સાથે ભારતનો સ્કોર 30મી ઓવરમાં 150 રનને પાર પહોંચાડ્યો હતો. શ્રેયસ અય્યર (Shreyas Iyer) એ 71 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. પરંતુ 33મી ઓવરમાં 178 રનમાં તેના આઉટ થવાથી ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યરે સંજુ સેમસન સાથે 99 રનની ભાગીદારી કરી હતી.

સંજુ સેમસનની મહત્વપુર્ણ અડધી સદી

સંજુ સેમસને (Sanju Samson) 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને 38મી ઓવરમાં ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો. પરંતુ 39મી ઓવરમાં તે 205ના સ્કોર પર સંજુ સેમસન 54 રન બનાવીને આઉટ થઈ ગયો અને ભારતને પાંચમો ફટકો પડ્યો. દીપક હુડા (33)એ અક્ષર પટેલ (64*) સાથે મળીને 44મી ઓવરમાં ટીમને 250 સુધી પહોંચાડી દીધો હતો. પરંતુ 45મી ઓવરમાં દીપક હુડા 33 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારે ટીમનો સ્કોર 256 રન હતો.

 

અક્ષર પટેલની આક્રમક અડધી સદીએ ટીમને જીત અપાવી

અક્ષર પટેલે (Axar Patel) એક છેડેથી ચતુરાઈપૂર્વક બેટિંગ કરી હતી. પરંતુ શાર્દુલ ઠાકુર (3) 46મી ઓવરમાં 280 રન પર આઉટ થતાં ભારતને સાતમો ફટકો પડ્યો હતો. અક્ષર પટેલે માત્ર 27 બોલમાં તોફાની ઇનિંગ રમતા પોતાની અડધી સદી પૂરી કરી અને ભારતે 49મી ઓવરમાં 300નો આંકડો પાર કર્યો હતો. પરંતુ અવેશ ખાન (10) એ જ ઓવરમાં આઉટ થઈ ગયો અને ભારતને આઠમો ફટકો પડ્યો.

અક્ષર પટેલે છગ્ગા સાથે ટીમને જીત અપાવી

જોકે અક્ષર પટેલે 35 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને બે બોલ બાકી રહેતા સિક્સર ફટકારીને ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે સતત 12મી વાર વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ જીતી હતી. વિન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફ અને કાઈલ મેયર્સે બે-બે વિકેટ લીધી હતી.

ત્રણ મેચોની વનડે શ્રેણીની ત્રીજી મેચ 27 જુલાઈએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી રમાશે.

Next Article