
હાર્દિક પંડ્યા મેદાન પર તેના જોરદાર સિક્સર અને મક્કમ બોલિંગ માટે જાણીતો છે, પરંતુ બીજી એક વાત છે જે તેને ઘણીવાર હેડલાઈન્સમાં રાખે છે. તે છે હાર્દિક પંડ્યાની ઘડિયાળો. હાર્દિક પંડ્યા તેના ઘડિયાળોના કલેક્શનને લઈ અનેકવાર સમાચારોમાં રહ્યો છે અને ફરી એકવાર, ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર આવી જ એક ઘડિયાળ માટે સમાચારમાં છે.
હાર્દિક પંડ્યાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે 100 BMW કારથી વધુ કિંમતની ઘડિયાળ પહેરી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે હાર્દિક પંડ્યા કેવા પ્રકારની ઘડિયાળ પહેરે છે અને તેની કિંમત શું છે. ચાલો તમને જણાવીએ.
હાર્દિક પંડ્યા જે ઘડિયાળ પહેરે છે તેનું નામ રીશા મિલ છે. હાર્દિકે રિચાર્ડ મિલે RM 56-03 બ્લુ સેફાયર ઘડિયાળ પહેરી છે જેની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ છે. રિચાર્ડ મિલે RM 56-03 એ એક લક્ઝરી ટુરબિલન ઘડિયાળ છે જે બ્રાન્ડની સેફાયર શ્રેણીનો ભાગ છે.
આ ઘડિયાળ તેની પારદર્શક ડિઝાઈન માટે જાણીતી છે. તે સંપૂર્ણપણે સ્ક્રેચ-પ્રૂફ છે, અને રનો કેસ બનાવવામાં 40 દિવસથી વધુ સમય લાગે છે. આ ઘડિયાળ 50 મીટર સુધી વોટર રેઝિસ્ટન્સ છે. આવી ફક્ત ત્રણ જ ઘડિયાળ બનાવવામાં આવી છે, અને તેની માર્કેટ કિંમત 53 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
હાર્દિક પંડ્યા પાસે ફક્ત આ એક જ મોંઘી ઘડિયાળ જ નથી. તેની પાસે એક કરોડ રૂપિયાથી વધુ કિંમતની અનેક ઘડિયાળો છે. હાર્દિક પંડ્યાનું ઘડિયાળોનું કલેક્શન ખરેખર જોરદાર છે. ક્રિકેટની વાત કરીએ તો, પંડ્યા UAEમાં રમાઈ રહેલા એશિયા કપમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે, અને હવે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. 28 સપ્ટેમ્બરના રોજ ફાઈનલમાં ભારત કઈ ટીમ સામે રમશે તે હજુ નક્કી નથી.
આ પણ વાંચો: એશિયા કપ 2025માં ભારત-શ્રીલંકા પહેલીવાર ટકરાશે, જાણો મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?