T20 World Cup: આ બે દિગ્ગજ ને ટીમ ઇન્ડિયાની અંતિમ ઇલેવન થી રખાશે બહાર ! પાર્થિવ પટેલ અને આકાશ ચોપરાએ કહ્યુ આમ

|

Oct 19, 2021 | 5:59 PM

ભારતે ઈંગ્લેન્ડને તેની પ્રથમ વોર્મ-અપ મેચમાં હરાવ્યું હતું, પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ના બે દિગ્ગજોના પ્રદર્શનથી નિરાશા સાંપડી છે.

T20 World Cup: આ બે દિગ્ગજ ને ટીમ ઇન્ડિયાની અંતિમ ઇલેવન થી રખાશે બહાર ! પાર્થિવ પટેલ અને આકાશ ચોપરાએ કહ્યુ આમ
Akash Chopra-Parthiv Patel

Follow us on

T20 વર્લ્ડ કપ -2021 (T20 World Cup) ની પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતે (Indian Cricket Team) જે રીતે પ્રદર્શન કર્યું, તેનાથી દરેકને રાહતનો શ્વાસ લીધો હશે. ભારતીય ટીમે એકતરફી રીતે ઈંગ્લેન્ડને ત્રણ વિકેટે હરાવ્યું. પરંતુ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ (Parthiv Patel) નું કહેવું છે કે ટીમ ઇન્ડિયા માટે બધુ બરાબર નથી અને તેની સામે બે મોટા પડકારો છે.

ભારતે વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. પટેલે કહ્યું કે આ મેચ પહેલા વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટની સામે આવા બે પડકારો છે જે તેને પરેશાન કરી શકે છે. પટેલે જે પડકારો કહ્યા છે તે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar kumar)નું ફોર્મ છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરા (Aakash Chopra) એ પણ ભુવનેશ્વરના ફોર્મ પર સવાલ ઉઠાવ્યા છે અને એક મોટી વાત કહી છે.

પંડ્યા લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો નથી જ્યારે તેનું બેટ પણ એ રીતે નથી વરસી રહ્યુ જેમ પહેલા વરસતુ હતુ. આઈપીએલમાં પણ આમ જ જોવા મળ્યું હતું. પ્રેક્ટિસ મેચમાં તે 10 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. પટેલે કહ્યું છે કે વિરાટ આગામી મેચમાં પંડ્યાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મીડિયા રિપોર્ટમાં આ અંગે વાત કરતા તેણે કહ્યું કે, મને નથી લાગતું કે, પંડ્યા પ્રથમ કેટલીક મેચમાં બોલિંગ કરશે. કારણ કે વિરાટે માત્ર પાંચ બોલરોનો ઉપયોગ કર્યો છે. હું ભુવનેશ્વર કુમાર વિશે પણ ચિંતિત છું. તે એ જ ફોર્મમાં છે, જે તે આઈપીએલમાં હતો. જ્યાં તેણે માત્ર છ વિકેટ લીધી હતી, તે લયમાં નથી જાણે કે તેણે પ્રેક્ટિસ ન કરી હોય. આપણે શાર્દુલ ઠાકુરને આગામી મેચમાં જોઈ શકીએ છીએ. આ સંયોજન હોઈ શકે છે જે આપણે જોઈ શકીએ છીએ.

ભુવી પાકિસ્તાન સામે નહીં રમે-આકાશ ચોપરા

આકાશને પણ લાગે છે કે, ભુવનેશ્વર સારા ફોર્મમાં નથી અને પ્રેક્ટિસ મેચમાં તેની સ્વિંગ બોલિંગ પ્રભાવશાળી રહી નથી. ભુવનેશ્વરે તેના ક્વોટાની ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા.

આકાશે એક સોશિયલ મી઼ડિયામાં કહ્યું, ભુવનેશ્વર કુમાર ખૂબ જ ખર્ચાળ સાબિત થયો. તે જે પ્રકારનો બોલર હતો તેવો દેખાતો ન હતો. તેની પાસે ઘણો અનુભવ છે, પરંતુ મને સંપૂર્ણ ખાતરી નથી કે, તે પાકિસ્તાન સામેની મેચમાં અંતિમ-11 માં રહેશે. મને લાગે છે કે શાર્દુલ ઠાકુરને તક મળશે.

ચાહરને બદલે વરુણ!

ભુવનેશ્વર ઉપરાંત લેગ સ્પિનર ​​રાહુલ ચાહર પણ ખૂબ મોંઘો સાબિત થયો. તેણે ચાર ઓવરમાં 43 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી. આકાશે કહ્યું, રાહુલ ખૂબ મોંઘો સાબિત થયો. મતલબ કે વરુણ ચક્રવર્તી આગામી મેચ રમી શકે છે. કદાચ પાકિસ્તાન સામે પણ. રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી, પરંતુ જો તે તેને રમવા માટે ઉતારે તો, તેને ત્રીજા સ્પિનર ​​તરીકે જોઈ શકો છો.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનની મેચ મેચ નિહાળી, ભારતીય બોલરોએ ‘બાબર’ ના પતન નો ઘડ્યો પ્લાન

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Ind vs Pak: પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ આ ત્રણ ખતરાઓને સાવધાની થી પાર પાડવા પડશે

 

Next Article