AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર.અશ્વિને જર્સી સુંધીને પહેરી, ચાહકોએ કહ્યું ‘ભાઈ મને હોસ્ટેલની યાદ આવી, જુઓ VIDEO

અશ્વિને T20 વર્લ્ડ કપ 2022 ( ICC T20 World Cup 2022)ની 5 મેચમાં 6 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈકોનમી 7.92 રહી છે.

આર.અશ્વિને જર્સી સુંધીને પહેરી, ચાહકોએ કહ્યું 'ભાઈ મને હોસ્ટેલની યાદ આવી, જુઓ VIDEO
આર.અશ્વિને જર્સી સુંધીને પહેરી, ચાહકોએ કહ્યું 'ભાઈએ મને હોસ્ટેલની યાદ અપાવીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 2:49 PM
Share

ટી 20 વર્લ્ડકપમાં આર. અશ્વિન બોલથી કમાલ કરી રહ્યો છે પરંતુ તેની એક કમાલ ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેચ દરમિયાન ફીલ્ડ પર જોઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અશ્વિનનો જે અંદાજ જોવા મળ્યો તે અનોખો હતો. જે ક્રિકેટ ચાહકો કે જેઓ મેચ જોવા આવે છે અથવા જુએ છે, અશ્વિને ઝિમ્બાબ્વે મેચમાં જે કર્યું તે તદ્દન નવું હતું. જ્યારે રોહિત શર્મા કેમેરામાં ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો, તે જ સમયે અશ્વિન તેની પાછળની બે જર્સી સુંઘી રહ્યો હતો.

હવે અશ્વિન આવું કેમ કરી રહ્યું છે. તે જર્સી સુંધીને પહેરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે કોઈ ખેલાડી જર્સી સુંધીને કેમ પહેરી શકે, તો આનો જવાબ અશ્વિને ભારતમાં બેઠેલા ક્રિકેટરના પુછવા પર બતાવી છે.

વાયરલ વીડિયોમાં અશ્વિન જર્સી સુંધી રહ્યો છે

એવું થયું કે, અશ્વિનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ભારતીય ક્રિકેટરોએ પણ જોયો. તેમાંથી ભારત માટે ટેસ્ટમાં ઓપનિંગ કરી ચૂકેલા અભિનવ મુકંદે અશ્વિનને પુછ્યું આ વીડિયોને અનેક વાર જોયો પરંતુ ન સમજાયું કે, જર્સી કઈ પોતાની છે તેના માટે તણે 2 જર્સીને વારંવાર સુંધી રહ્યો હતો.

પરફ્યુમથી જર્સી ઓળખવાનો પ્રયત્ન

અભિનવ મુકુંદના આ સવાલનો જવાબ અશ્વિને ઓસ્ટ્રેલિયામાંથી આપ્યો હતો. તેમણે લખ્યું હું તેની સાઈઝથી નહિ પરંતુ તેના પર લાગેલા પરફ્યુમથી જર્સી ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જ્યારે મોટાભાગના સ્પોર્ટ્સ પર્સન આવી મૂંઝવણમાં ફસાઈ જાય છે, ત્યારે તેઓ સુંઘીને યોગ્ય જર્સી અથવા સ્વેટર પસંદ કરે છે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે રમાશે. આ મેચ બંને ટીમો વચ્ચે એડિલેડમાં રમાશે.

g clip-path="url(#clip0_868_265)">