PAK vs AUS, T20 World Cup, 2nd SF, LIVE Streaming: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિફાઇનલ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

પાકિસ્તાન (Pakistan) ની ટીમ ગ્રુપ 1માં એકપણ મેચ હાર્યા વિના પ્રથમ સ્થાને રહી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ માત્ર સુપર 12માં ઈંગ્લેન્ડ સામે હારી હતી.

PAK vs AUS, T20 World Cup, 2nd SF, LIVE Streaming: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિફાઇનલ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
Pakistan vs Australia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:40 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની પ્રથમ સેમિફાઇનલમાં બુધવારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ (England) ને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે કોણ ટકરાશે તે ગુરુવારે નક્કી થશે. પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયાની ટીમો ગુરુવારે બીજી સેમિફાઇનલમાં દુબઈમાં સામસામે ટકરાશે. પાકિસ્તાનની ટીમને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ હાર મળી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાન માટે તેમના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાનનું ફોર્મ ચિંતાનું કારણ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મંગળવારે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન ફખર ઝમાન અને ફાસ્ટ બોલર હસન અલીનું સમર્થન કરતાં કહ્યું કે તેઓ ચાલી રહેલા T20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં સારો દેખાવ કરશે કારણ કે તેઓ મોટા મેચના ખેલાડીઓ છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ સેમીફાઈનલમાં શાહીન આફ્રિદીની મહત્વની ભૂમિકા હતી. શાહીન પાકિસ્તાન માટે ખૂબ સારા ફોર્મમાં છે. હા, તેથી આ એક મહત્વપૂર્ણ મેચ બનવા જઈ રહી છે, તેમાં કોઈ શંકા નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાવરપ્લેની છ ઓવરના મહત્વ વિશે વાત કરતાં ફિન્ચે કહ્યું, મને લાગે છે કે અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોયું છે કે પાવરપ્લે ઓવર્સ બેટિંગ અને બોલિંગ માટે કેટલી મહત્વપૂર્ણ છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ડેથ ઓવરના આંકડા લગભગ સમાન રહ્યા છે પરંતુ પાવરપ્લે ચોક્કસપણે મહત્વ ધરાવે છે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ ક્યારે રમાશે?

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ 11 નવેમ્બર (ગુરુવાર)ના રોજ રમાશે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે?

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમી ફાઈનલ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ ક્યારે શરૂ થશે?

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમીફાઈનલ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ World Boxing Championship: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ સ્થગિત કરી દેવાઇ કોવિડ-19 ની પરીસ્થિતીને લઇ આયોજન રોકી દેવાયુ

આ પણ વાંચોઃ T20 World Cup: ન્યુઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે 5 વિકેટ વિજય, શાનદાર જીત સાથે કિવી ટીમ પહોંચી ફાઇનલમાં

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">