IND vs NAM, T20 World Cup LIVE Streaming: આજે ભારત અને નામીબિયા વચ્ચે મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને નામિબિયા બંને સેમિફાઇનલની રેસમાંથી બહાર છે. ભારત જીત સાથે પોતાના અભિયાનનો અંત કરશે

IND vs NAM, T20 World Cup LIVE Streaming: આજે ભારત અને નામીબિયા વચ્ચે મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:43 AM

T20 વર્લ્ડ કપનો સુપર 12 રાઉન્ડ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. સોમવારે સુપર 12ની છેલ્લી મેચ ભારત અને નામિબિયા (India vs Namibia) વચ્ચે રમાશે. આ મેચ હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે કારણ કે બંને ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપ 1 માંથી ઈંગ્લેન્ડ (Enland) અને ઓસ્ટ્રેલિયા (Australia) અને ગ્રુપ 2 માંથી પાકિસ્તાન (Pakistan) અને ન્યુઝીલેન્ડે (New Zealand) સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયા (Team India) પોતાના અભિયાનનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.

ટી20 વર્લ્ડ કપમાં ભારતની સફર નિરાશાજનક રહી છે. ટીમને પ્રથમ મેચમાં પાકિસ્તાને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે તેને હરાવ્યું હતું. આ પછી ભારતે સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું, પરંતુ ન્યૂઝીલેન્ડે તેની બાકીની તમામ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી અને ટીમ ઈન્ડિયા આ રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં બોલિંગ કોચ ભરત અરુણને જ્યારે આ વર્લ્ડ કપ દરમિયાન બોલરોના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું કે હું કોઈ બહાનું બનાવવા માંગતો નથી. પરંતુ આ વર્લ્ડ કપમાં ટોસ જીતનારી ટીમ દુબઈ સ્ટેડિયમમાં ફાયદો થયો. બીજા દાવમાં બોલિંગ કરવી મુશ્કેલ હતી. અમારી પાસે પ્રથમ મેચમાં બચાવ કરવાની તક હતી, પરંતુ અમે તે ના કરી શક્યા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને નામિબિયાની ટીમો ક્યારે ટકરાશે?

ભારત અને નામિબિયાની ટીમો 8 નવેમ્બર (સોમવાર)ના રોજ સામસામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ 2021 ની ભારત અને નામિબિયા વચ્ચેની મેચ ક્યાં રમાશે?

T20 વર્લ્ડ કપ 2021 ભારત અને નામિબિયા વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને નામિબિયા વચ્ચે T20 વર્લ્ડ કપ 2021ની મેચ ક્યારે શરૂ થશે?

T20 વર્લ્ડ કપ 2021 ભારત અને નામિબિયા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત વિરુદ્ધ નામિબિયા મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને નામિબિયા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત વિરુદ્ધ નામિબિયા લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ  T20 World Cup: ટૂર્નામેન્ટ થી બહાર થઇ ગયેલી ટીમ ઇન્ડિયા હવે નામીબિયા સામે આ બે હિતોને સાધવા પ્રયાસ કરશે

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પહેલી વખત ભારતીય ક્રિકેટ ચાહકોને જોવો પડ્યો આવો દિવસ, 9 વર્ષે મળી આવી આ હાર

g clip-path="url(#clip0_868_265)">