4,4,4,4,4,4… T20Iમાં પહેલીવાર થયો આ કમાલ, 21 વર્ષીય બેટ્સમેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઝિમ્બાબ્વે vs કેન્યા મેચમાં થયો કમાલ. ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ તેનો 72 કલાકમાં બીજો રેકોર્ડ છે. ચાલો જાણીએ કે આ વખતે બ્રાયન બેનેટે કયો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ઝિમ્બાબ્વેના 21 વર્ષીય બેટ્સમેન બ્રાયન બેનેટે 72 કલાકની અંદર બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ, તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો અને હવે 2 ઓક્ટોબરના રોજ, કેન્યા સામે T20 વર્લ્ડ કપ 2026ની ક્વોલિફિકેશન મેચમાં, તેણે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારતના યુવરાજ સિંહે T20 ઈન્ટરનેશનલમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ સિદ્ધિ મેળવી હતી. હવે બ્રાયન બેનેટ T20 ઈન્ટરનેશનલમાં છ બોલમાં છ ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
છ બોલમાં છ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ
21 વર્ષીય બ્રાયન બેનેટે કેન્યા સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયરની બીજી સેમિફાઈનલમાં ઝિમ્બાબ્વેની ઈનિંગના ચોથી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે લુકાસ ઓલુઓચ નામના કેન્યાના બોલર સામે છ બોલમાં છ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એક ઓવરમાં છ ચોગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવવા ઉપરાંત, બ્રાયન બેનેટે 204 થી વધુના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 51 રન પણ બનાવ્યા હતા. તેની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
?
We’ve witnessed 6️⃣ sixes in an over a few times in T20 Internationals, but Brian Bennett’s 6️⃣ fours in a single over against Kenya yesterday was a first-ever in T20I history! #fblifestyle | #ZimbabweCricket pic.twitter.com/QxlrF119Oa
— Cricketangon (@cricketangon) October 3, 2025
કેન્યા સામે બ્રાયન બેનેટે 51 રન બનાવ્યા
મેચમાં કેન્યાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. જવાબમાં, બ્રાયન બેનેટે ઝિમ્બાબ્વે માટે ઈનિંગની શરૂઆત કરી. તેણે અને તેના સાથી ઓપનરે પ્રથમ વિકેટ માટે 76 રન ઉમેર્યા. બેનેટ ઝિમ્બાબ્વે માટે આઉટ થનારા પ્રથમ બેટ્સમેન હતો. પરંતુ તેણે આઉટ થતાં પહેલાં સારું કામ કર્યું. આ વાત એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે તેણે 76 રનની ઓપનિંગ ભાગીદારીમાં 51 રનનું યોગદાન આપ્યું હતું. અને એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકારવાના તેના વિશ્વ રેકોર્ડે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
72 કલાક પહેલા બનાવ્યો હતો આ રેકોર્ડ
આ પહેલા, બ્રાયન બેનેટે 30 સપ્ટેમ્બરના રોજ તાંઝાનિયા સામે 111 રન બનાવ્યા હતા, જે તેની પ્રથમ T20I સદી હતી, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. બેનેટના નામે ODIમાં એક, ટેસ્ટમાં બે અને T20Iમાં એક સદી છે.
આ પણ વાંચો: IND vs PAK : પાકિસ્તાન આપણું દુશ્મન… એશિયા કપમાં થયેલા વિવાદ બાદ BCCIએ ભારતીય ટીમને આપ્યો આદેશ
