T20 World Cup: ઓસ્ટ્રેલિયન ટીમનું એલાન કરાયું, ઇજાગ્રસ્ત આરોન ફિંચ રહેશે કેપ્ટન, IPL ના કરોડપતિ પેસર બહાર

|

Aug 19, 2021 | 12:21 PM

ઓસ્ટ્રેલિયા ટીમના ધુંઆધાર વિકેટકીપરને પણ T20 વિશ્વકપ માટે સ્થાન નથી મળી શક્યુ. તેના બદલે એક નવા જ વિકેટકીપરને બેકઅપના રુપમાં સામેલ કરવામાં આવ્યો છે.

T20 World Cup: ઓસ્ટ્રેલિયન ટીમનું એલાન કરાયું, ઇજાગ્રસ્ત આરોન ફિંચ રહેશે કેપ્ટન, IPL ના કરોડપતિ પેસર બહાર
Australian Cricket Team

Follow us on

ICC T20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) ને લઇને ટીમોની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ન્યુઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયા (Australian Cricket Team) એ પણ પોતાની સ્ક્વોડનું એલાન કરી દીધુ છે. ઓમાન અને UAE માં આયોજીત વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ મહત્વના ખેલાડીઓ પરત ફરી ચુક્યા છે. હાલમાં જ સર્જરી કરાવનાર ટીમના કેપ્ટન આરોન ફિંચ (Aaron Finch) ને ટીમની આગેવાની સોંપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડને આશા છે કે, લગભગ 10 સપ્તાહ માટે મેદાનથી બહાર રહેનાર ફિંચ વિશ્વકપની મેચ પહેલા ફીટ થઇને પરત ફરી જશે. ફિંચ ઉપરાંત સ્ટીવ સ્મિથ (Steve Smith) ને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જે ફિટ થઇ ચુક્યો છે અને IPL 2021 ના દ્વારા પોતાની તૈયારીઓની શરુઆત કરશે. ટીમમાં જોશ ઇંગ્લીશ (Josh Inglis) ના રુપમાં નવા ખેલાડીને પણ સ્થાન મળ્યુ છે. જ્યારે IPLમાં કરોડો રુપિયા મેળવનાર પેસર ઝાય રિચાર્ડસનને મોકો મળ્યો નથી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને કેન રિચાર્ડસન જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વેસ્ટઈન્ડીઝ અને બાંગ્લાદેશના પ્રવાસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતુ. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચે સંકેત આપ્યા હતા કે, આ શ્રેણીમાંથી રજા લેતા ખેલાડીઓએ વર્લ્ડકપ ટીમથી દૂર રહેવુ પડી શકે છે. આ ટીમમાં પેસર કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડનો પણ સમાવેશ થાય છે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી પોતાનુ સ્થાન મેળવી શક્યો નથી.

ટીમમાં આગળ વધવાની કાબેલિયત

પાછળના કેટલાક સમય દરમ્યાન સતત પાંચ T20 સિરીઝ હારી ચૂકેલી, ઓસ્ટ્રેલિયન ટીમના ફોર્મ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેલીને વિશ્વાસ છે કે, આ ટીમમાં ટુર્નામેન્ટના અંતિમ તબક્કા સુધી પહોંચવાની ક્ષમતા છે.

તેમણે કહ્યુ, અમને વિશ્વાસ છે કે, આ સ્કવોડમાં આ ખૂબ જ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટના અંત સુધી ટીમને લઈ જવાની ક્ષમતા છે. 15 સભ્યોની આ સ્કવોડ સાથે 3 ખેલાડીઓને અનામત તરીકે લઇ જવામાં આવશે. જે રિઝર્વ ખેલાડીઓમાં ડેનિયલ ક્રિશ્ચિયન, નાથન એલિસ અને ડેનિયલ સેમ્સ નો સમાવેશ થાય છે.

IPL ના કરોડપતિ પેસર બહાર

જોશ ઇંગ્લિસના બેક-અપ વિકેટકીપર તરીકે એલેક્સ કેરીના સ્થાને પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લીશે ઓસ્ટ્રેલિયા માટે હજુ સુધી કોઈ મેચ રમી નથી. આ વર્ષની શરૂઆતમાં IPL ની હરાજીમાં ઉંચા ભાવે વેચાયેલા ઝડપી બોલર રિલે મેરિડિથ (8 કરોડ) અને ઝાય રિચાર્ડસન (14 કરોડ) ને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. રિચાર્ડસને વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસ પર જવાની ના પાડી હતી, જ્યારે મેરિડિથ ઈજાને કારણે જઈ શક્યો ન હતો.

ગૃપ-1 માં ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપના સુપર-12 સ્ટેજના ગ્રુપ-1 માં રાખવામાં આવ્યું છે. જ્યાં તેની સાથે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ છે. ઓસ્ટ્રેલિયન ટીમ 23 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દિવસે જ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમની છેલ્લી ગ્રુપ ટક્કર 6 નવેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.

ઓસ્ટ્રેલિયન સ્ક્વોડ

આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, કેન રિચાર્ડસન અને એડમ ઝામ્પા.

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીની ટીમનો આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાં પરત ફરવા તૈયાર, પ્રથમ તબક્કામાં હટી ગયો હતો

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝમાં હાર સહન નથી થતી ઇંગ્લીશ ખેલાડીઓને, વિરાટ કોહલી માટે ઝેર ઓક્યુ આ ખેલાડીએ

 

Next Article