Video: રિષભ પંતે 18 મીટર દોડીને શાનદાર કેચ લીધો, છતાં રોહિત શર્માએ ઠપકો આપ્યો, જાણો કેમ

|

Jun 21, 2024 | 5:50 PM

ભારત-અફઘાનિસ્તાન મેચમાં રિષભ પંતે 18 મીટર દોડીને કુલદીપ યાદવના બોલ પર શાનદાર કેચ પકડ્યો હતો. આમ છતાં કેપ્ટન રોહિત શર્મા તેના પર ગુસ્સે થઈ ગયો. તેણે તરત જ પંતને ઠપકો આપ્યો. આટલી સારી ફિલ્ડિંગ છતાં રોહિતે આવું કેમ કર્યું?

Video: રિષભ પંતે 18 મીટર દોડીને શાનદાર કેચ લીધો, છતાં રોહિત શર્માએ ઠપકો આપ્યો, જાણો કેમ
Rohit Sharma & Rishabh Pant

Follow us on

સુપર-8માં ભારતે તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને 47 રનના વિશાળ અંતરથી હરાવ્યું. ભારતીય ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગોમાં પોતાની તાકાત બતાવી હતી. અફઘાનિસ્તાનની ઈનિંગ દરમિયાન કુલદીપ યાદવના બોલ પર ગુલબદ્દીન મોટી હિટ ફટકારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો. રિષભ પંતે તેનો કેચ પકડ્યો, છતાં કેપ્ટન રોહિત શર્મા તેના પર ગુસ્સે થયો અને ઉજવણી કરવાને બદલે તેને દૂર રહેવા કહ્યું.

રોહિત પંતે 18 મીટર દોડીને કેચ પકડ્યો

કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 181 રન બનાવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ તેનો પીછો કરવા આવી ત્યારે પાવર પ્લેમાં જ ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ગુલબદ્દીન નાયબે ઓમરઝાઈ સાથે મળીને ઈનિંગને સંભાળી. ત્યારબાદ 11મી ઓવરમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરતી વખતે નાયબે કુલદીપ યાદવના બોલને હવામાં ફટકાર્યો અને પંતે 18 મીટર દોડીને બોલને પોતાના ગ્લોવ્સમાં પકડી લીધો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રોહિત પંત પર કેમ ગુસ્સે થયો?

આ કેચ બાદ રિષભ પંત રોહિત શર્મા સાથે ઉજવણી કરવા માંગતો હતો, ત્યારે કેપ્ટને તેને ગુસ્સામાં ઉજવણી કરવાની ના પાડી દીધી હતી. વાસ્તવમાં, આ કેચ રોહિતનો હતો, તે પહેલાથી જ ત્યાં ઊભો હતો, પરંતુ જ્યારે પંત બોલ તરફ દોડ્યો ત્યારે રોહિત ત્યાં જ રોકાઈ ગયો. કેચ પૂરો થયા બાદ તેણે પંતને તેની ભૂલ માટે ઠપકો આપ્યો હતો.

 

પંતે કેચનો રેકોર્ડ બનાવ્યો

રિષભ પંત T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. બેટથી રન બનાવવા ઉપરાંત તેણે શાનદાર વિકેટકીપિંગ પણ કર્યું છે. તેણે અફઘાનિસ્તાન સામે પણ ત્રણ કેચ લીધા અને હવે આ ટૂર્નામેન્ટમાં તેના કુલ 10 કેચ છે. આ સાથે તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ વેડ, જોસ બટલર, સ્કોટ એડવર્ડ્સ અને દાસુન શનાકાના નામે હતો. આ તમામે 9-9 કેચ લીધા હતા.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બીજી શ્રેણીની જાહેરાત, ટીમ ઈન્ડિયા 4 T20 રમવા દક્ષિણ આફ્રિકા જશે, જાણો શેડ્યૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:39 pm, Fri, 21 June 24

Next Article