T20 world cup 2024 : જો ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ આવશે તો કોને થશે ફાયદો અને કોને નુકસાન, જાણો

|

Jun 23, 2024 | 4:54 PM

જો વરસાદના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રદ્દ થઈ તો બંન્ને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવશે. ભારતીય ટીમ હાલમાં ગ્રુપ એમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. તો તેના 5 પોઈન્ટ થઈ જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે.

T20 world cup 2024 : જો ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ આવશે તો કોને થશે ફાયદો અને કોને નુકસાન, જાણો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે સેન્ટ લૂસિયામાં છે. આ મેચમાં ભારતીય ટીમ પોતાની જીત ચાલુ રાખવા માંગશે. ઓસ્ટ્રેલિયાની ટીમ જીતના પાટા પર ચઢવા માંગશે. રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમની અફઘાનિસ્તાનની સામે 21 રનથી હાર થઈ છે. જેના કારણે હવે સેમિફાઈનલમાં પહોંચવું અધરુ સાબિત થયું છે.ભારતીય ટીમ હાલમાં ગ્રુપ-એમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.તેમણે સુપર-8માં બંન્ને મેચ જીતી લીધી છે. હવે આ બંન્ને ટીમ પહેલી વખત આટૂર્નામેન્ટમાં આમને-સામને થશે. ત્યારે ભારત પોતાની તાકાત દેખાડવા માંગશે. તો તમને એ પણ જણાવી દઈએ કે, આ મેચમાં વરસાદનું પણ સંકટ જોવા મળી રહ્યું છે.

બંન્ને ટીમ સોમવારે આમને-સામને ટકરાશે

ટી20 વર્લ્ડકપ 2024માં અત્યારસુધી ભારત અને સાઉથ આફ્રિકાની 2 ટીમ જીતી રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 31 ટી20 મેચમાંથી 19માં જીત મેળવી છે. હવે બંન્ને ટીમ સોમવારે આમને-સામને ટકરાશે. આ મેચ સેન્ટ લુસિયામાં સ્થાનિક સમયઅનુસાર 10 : 30 કલાકે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 8 કલાકે શરુ થશે. આ મેચમાં વરસાદ આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. વેધર રિપોર્ટ મુજબ સવારે 55 ટકા વરસાદની શક્યતા છે અને તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. એવી પુરી શક્યતા છે કે, વરસાદ આ રમતને બગાડી શકે છે.

નેટ રનરેટની સાથે સેમિફાઈનલમાં પહોંચવાની તક

જો વરસાદ આવ્યો તો ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રદ્દ થઈ શકે છે. બંન્ને ટીમને એક એક પોઈન્ટ પણ આપવામાં આવશે. ભારતીય ટીમ ટોપ પર છે કુલ 4 અંક છે તો તેના 5 અંક થઈ જશે. તે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. તેની પાસે 3 પોઈન્ટ છે, આ તેની સુપર 8ની છેલ્લી મેચ છે. આ મેચ રદ્દ થઈ જાય તો અફઘાનિસ્તાનની પાસે બાંગ્લાદેશને હરાવી 4 પોઈન્ટ સાથે સારા નેટ રનરેટની સાથે સેમિફાઈનલમાં પહોંચવાની તક છે.

આજનું રાશિફળ તારીખ : 02-07-2024
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ
ભારતમાં 'મોતની નદી' કોને કહેવાય છે?
હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપ જીત્યો છતાં નતાશાએ કર્યું આવું, રડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર
તમારી પત્નીને આ 5 વાતો ક્યારેય ન કહેતા, વધશે મુશ્કેલી
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, સામે આવ્યું કારણ

આ પણ વાંચો : T20 world cup 2024 : ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ અફઘાનિસ્તાન ટીમની ઉજવણીનો વીડિયો સામે આવ્યો, કોચે બસની અંદર ડાન્સ કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article