AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2022: આઉટ થતા જ નિરાશામાં હોશ ખોઈ બેઠો ક્રિકેટર! પેવેલિયન પરત ફરતા બાઉન્ડરી લાઈન પર જમીન પર પડ્યો

UAE અને નેધરલેન્ડ (United Arab Emirates vs Netherlands) વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની મેચમાં એક એવુ દૃશ્ય જોવા મળ્યુ જેમાં બેટ્સમેન પોતે બાઉન્ડ્રી પર પડી ગયો.

T20 WC 2022: આઉટ થતા જ નિરાશામાં હોશ ખોઈ બેઠો ક્રિકેટર! પેવેલિયન પરત ફરતા બાઉન્ડરી લાઈન પર જમીન પર પડ્યો
Aayan Afzal khan બાઉન્ડરી લાઈન પર પહોંચતા જ ઠોકર ખાઈ ગયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 10:50 AM
Share

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) રવિવારથી શરૂ થયો હતો જ્યાં ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચ રમાઈ હતી. દિવસની પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા વચ્ચે, જ્યારે બીજી મેચ UAE અને નેધરલેન્ડ (United Arab Emirates vs Netherlands) વચ્ચે રમાઈ હતી. જીલોંગમાં રમાયેલી મેચ નેધરલેન્ડે ભારે મુશ્કેલીથી જીતી હતી. મેચ દરમિયાન ચાહકોને ખૂબ જ આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો જ્યાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર બેટ્સમેન અયાન ફઝલ ખાન (Aayan Afzal khan) બાઉન્ડ્રી લાઈન પર પડી ગયો અને આ જોઈને ચાહકોના શ્વાસ અટકી ગયા.

16 વર્ષનો અયાન બાઉન્ડ્રી લાઇન પર પડ્યો હતો

UAE પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. 16 વર્ષીય અયાન ફઝલ છેલ્લી ઓવર દરમિયાન સ્ટ્રાઈક પર હતો. ફ્રેડ ક્લાસને પાંચમો બોલ ફેંકતાની સાથે જ અયાન બોલ મિડ-ઓફ પર લઈ ગયો પરંતુ ટોપ કૂપરના હાથે કેચ થઈ ગયો. અયાન ખૂબ જ નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઉન્ડ્રી દોરડા સાથે અથડાઈને નિચે પડી ગયો. તેને જોઈને ત્યાં હાજર ચાહકોના શ્વાસ અટકી ગયા. બધા ઉભા થઈને અયાનને જોવા લાગ્યા. અયાનને કદાચ વધુ ગંભીર ઈજા ન હતી. આ કારણોસર, તે તરત જ ઉભો થયો અને પછી ડ્રેસિંગ રૂમમાં દોડી ગયો. અયાને ભલે અહીં પાંચ રન બનાવ્યા હોય પરંતુ તે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

નેધરલેન્ડે છેલ્લા બોલે રોમાંચક મેચ જીતી લીધી હતી

પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 111 રન જ બનાવી શકી હતી. UAEની ટીમ ક્યારેય મોટો સ્કોર કરવાની સ્થિતિમાં દેખાઈ નથી. ટીમ રન રેટ વધારી શકી નથી. મોહમ્મદ વસીમ 47 બોલમાં 41 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. જવાબમાં નેધરલેન્ડે પણ 14મી ઓવરમાં 76 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને તેના પર હારનું જોખમ હતું.

સ્કોટ એડવર્ડ્સ (16 અણનમ), ટિમ પ્રિંગલ (15) અને લોગાન વેન બીક (04 અણનમ) જોકે નેધરલેન્ડની જીત સુનિશ્ચિત કરી. એડવર્ડ્સ અને વેન બીકે ફાસ્ટ બોલર જવાર ફરીદ દ્વારા અંતિમ ઓવરના પાંચમા બોલમાં સાત વિકેટે 112 રન સાથે ટીમને જીત તરફ દોરી હતી. નેધરલેન્ડના બોલરોનું વર્ચસ્વ એ વાત પરથી જોઈ શકાય છે કે UAEના બેટ્સમેનોએ 60થી વધુ બોલ ડોટ રમ્યા હતા.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">