AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: ગાબામાં દિનેશ કાર્તિક ગાબામાં ઋષભ પંતને શિખવી રહ્યો છે બેટીંગ પાઠ, પિચ પર જોવા મળ્યુ દૃશ્ય-Video

દિનેશ કાર્તિક (Dinesh Karthik) અને ઋષભ પંત (Rishabh Pant) બંને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. આમ છતાં કાર્તિક પંતને બેટિંગના પાઠ ભણાવી રહ્યો છે

T20 World Cup 2022: ગાબામાં દિનેશ કાર્તિક ગાબામાં ઋષભ પંતને શિખવી રહ્યો છે બેટીંગ પાઠ, પિચ પર જોવા મળ્યુ દૃશ્ય-Video
Dinesh Karthik give batting tips to Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 10:00 AM
Share

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની તૈયારી માટે આ મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ટીમ ઈન્ડિયા (Team India) એ બ્રિસ્બેનમાં પોતાનો કેમ્પ લગાવ્યો છે જ્યાં તેને હવે ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. પ્રેક્ટિસ મેચ પહેલા ટીમના ખેલાડીઓએ ઘણો પરસેવો પાડ્યો હતો. પ્રેક્ટિસ સેશન દરમિયાન, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઋષભ પંત (Rishabh Pant) ને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પાસેથી ટિપ્સ લેતો જોવા મળ્યો હતો, જેના પછી ચાહકોને આશા છે કે પંત ગાબામાં ધમાકેદાર દેખાવ કરશે.

પંતે કાર્તિક પાસેથી ટિપ્સ મેળવી

પ્રેક્ટિસ સેશનની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા હર્ડલમાં દેખાઈ જ્યાં રાહુલ દ્રવિડે બધા સાથે વાતચીત કરી. આ પછી પંત અને કાર્તિક લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા. બંને પીચ પર ગયા અને ત્યાં કાર્તિક શેડો પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. પંત તેમની બાજુમાં ઊભો હતો અને કાર્તિકને ગંભીરતાથી જોઈ રહ્યો હતો. તે જોઈને સ્પષ્ટ હતું કે કાર્તિક પંતને બેટિંગ ટિપ્સ આપતો જોવા મળ્યો હતો. પંત છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. એશિયા કપમાં પણ પંતને શરૂઆતની મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જ્યારે આવું થયું ત્યારે તે બેટ સાથે એટલી જવાબદારી નિભાવી શક્યો નહોતો. હવે આ યુવા વિકેટ કીપર બેટ્સમેન પુનરાગમન કરવા માટે બેતાબ છે.

પ્રેક્ટિસ સેશનમાં શમીએ ખૂબ પરસેવો વહાવ્યો

આ પ્રેક્ટિસ સેશનમાં ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર નજર ટકેલી હતી, જે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પ્રથમ વખત પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેણે રવિવારે ગાબા ખાતે ભારતના પ્રથમ પ્રશિક્ષણ સત્ર દરમિયાન જુસ્સાપૂર્વક બોલિંગ કરી, ઇંગ્લેન્ડ સામેની સોમવારની પ્રથમ પ્રેક્ટિસ મેચ પહેલા સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવી લીધી.

ટીમ ઈન્ડિયાની નજર શમી પર છે

કોવિડ-19માંથી સાજા થયા બાદ બ્રિસબેન પહોંચેલા શમીને ઈજાગ્રસ્ત ઝડપી બોલર જસપ્રિત બુમરાહના સ્થાને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિવારે શમીએ કોચ રાહુલ દ્રવિડ સાથે પૂર્ણ સત્રમાં ભાગ લીધો હતો. તે લગભગ ત્રણ મહિના પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ તેણે આ ફોર્મેટમાં એકપણ મેચ રમી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે શમી સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય તે ખૂબ જ જરૂરી છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">