T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજય, રોહિત શર્માનુ અર્ધશતક

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં તેમની બીજી વોર્મ અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, રોહિત શર્મા (Rohit Sharma) એ 60 રન બનાવ્યા, કેએલ રાહુલે 39 રનની ઇનિંગ રમી.

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજય, રોહિત શર્માનુ અર્ધશતક
Hardik Pandya-Suryakumar Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:57 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારી કેટલી નક્કર છે. તે વોર્મ-અપ મેચોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે (Team India) એકતરફી રીતે ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 152 રન બનાવ્યા હતા અને જવાબમાં ટીમ ઇન્ડિયાએ માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

ભારતીય ઓપનરોને ફરી એક વખત પ્રેક્ટિસ મેચની ઝલક મળી. રાહુલ-રોહિતે પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. રાહુલે (KL Rahul) 39 રન બનાવ્યા હતા, જ્યારે આ મેચમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા રોહિત શર્માએ મેદાન છોડતા પહેલા 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો. મિશેલ માર્શ ખાતું ખોલાવી શક્યા નથી. વોર્નર-ફિન્ચ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. સ્ટીવ સ્મિથે ચોક્કસપણે 57 રનની ઇનિંગ રમી હતી. મેક્સવેલે પણ 37 રન બનાવ્યા હતા. આ સાથે જ માર્કસ સ્ટોઈનિસે 25 બોલમાં અણનમ 41 રન રમી હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સ્મિથ-મેક્સવેલની સારી ભાગીદારી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. ઓફ સ્પિનર ​​આર અશ્વિને તેની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરને આઉટ કર્યો અને તે પછી તેણે મિશેલ માર્શની વિકેટ પણ લીધી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચને આવતાં જ પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો. સ્ટીવ સ્મિથે માંડ માંડ ઓસ્ટ્રેલિયન ટીમને સાજી કરી અને બંનેએ ચોથી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. સ્ટીવ સ્મિથ સાવધાનીપૂર્વક રમતા જોવા મળ્યા હતા. પરંતુ મેક્સવેલે પોતાની શૈલીમાં રિવર્સ સ્વીપ રમીને ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા.

જ્યારે મેક્સવેલ ખતરનાક સાબિત થઈ રહ્યો હતો, ત્યારે રાહુલ ચાહરે તેને બોલ્ડ કરીને ભારતીય ટીમને વાપસી કરાવી હતી. જોકે, આ પછી માર્કસ સ્ટોઈનિસે આવતાની સાથે જ બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાની ટીમને 150 થી આગળ લઈ ગઈ. સ્ટીવ સ્મિથ 48 બોલમાં 57 રન બનાવ્યા બાદ ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો, જ્યારે સ્ટોઈનિસે એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે, કે સ્ટોઈનિસે વરુણ ચક્રવર્તી સામે શાનદાર બેટિંગ કરી હતી.

રાહુલ-રોહિતે શાનદાર બેટિંગ કરી

153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ મજબૂત શરૂઆત કરી હતી. રાહુલે ક્રીઝ પર આવતાની સાથે જ ઝડપી શોટ રમ્યા હતા, જ્યારે રોહિતને સેટ થવામાં સમય લાગ્યો હતો. રાહુલે 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તે મોટો શોટ રમવા માટે એશ્ટન અગરનો શિકાર બન્યો. આ પછી ત્રીજા નંબરે આવેલા સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ કરી હતી. રોહિતે 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ ફોર્મમાં પરત ફર્યા અને અણનમ 38 રન બનાવ્યા. પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ રમશે. મેચ પાકિસ્તાન સાથે થવાની છે અને ટીમ ઇન્ડિયા આ મોટી મેચ માટે એકદમ તૈયાર દેખાય છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વેસ્ટઇન્ડિઝને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાં અભિયાનનો પ્રારંભ કરતા પહેલા જ આ સ્ટાર ખેલાડી થઇ ગયો બહાર

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">