T20 World Cup 2021: શ્રીલંકાનો સુપર-12 માં પહોંચ્યુ, આયરલેન્ડને 70 રન થી હરાવીને મેળવ્યો પ્રવેશ

શ્રીલંકા (Sri Lanka) એ પોતાની પ્રથમ ગ્રુપ મેચમાં નામિબિયાને હરાવ્યું હતું, જ્યારે તેમની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે થશે, જે પોતાની બંને મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

T20 World Cup 2021: શ્રીલંકાનો સુપર-12 માં પહોંચ્યુ, આયરલેન્ડને 70 રન થી હરાવીને મેળવ્યો પ્રવેશ
Sri Lanka Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:56 AM

T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) ના સુપર -12 રાઉન્ડની નવમી ટીમનું નામ કન્ફર્મ થઈ ગયું છે. અબુ ધાબીમાં પ્રથમ રાઉન્ડની મેચમાં શ્રીલંકા (Sri Lanka Cricket Team) એ આયર્લેન્ડ (Ireland) ને 70 રનથી હરાવ્યું અને આ સાથે દાસુન શનાકાની ટીમ સુપર-12 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. ગ્રુપ 1 ની આ મેચમાં શ્રીલંકાએ નબળી શરૂઆત બાદ 171 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં આઇરિશ ટીમ 18.3 ઓવરમાં માત્ર 101 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી.

શ્રીલંકાની જીતમાં મોટે ભાગે વાનીંદુ હસરંગા (Wanindu Hasaranga) એ ઓલરાઉન્ડ પ્રદર્શન વડે યોગદાન આપવામાં આવ્યું હતું. જેણે પહેલા બેટિંગ દરમિયાન 71 રન બનાવ્યા હતા અને પછી લેગ સ્પિન પર માત્ર 12 રન ખર્ચીને 1 વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમ કયા ગ્રુપમાં સુપર-12 માં સ્થાન બનાવશે તે 22 ઓક્ટોબરે અંતિમ ગ્રુપ મેચ બાદ નક્કી થશે.

પોતાની પ્રથમ મેચમાં નામીબિયાને સરળતાથી હરાવ્યા બાદ શ્રીલંકાને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવવા માટે માત્ર એક વધુ જીત જરૂરી હતી. શ્રીલંકા સામે આયર્લેન્ડનો પડકાર હતો, જે સહેલો ન હતો અને ટીમે આ રીતે શરૂઆત કરી. જેનાથી બીજા રાઉન્ડમાં પહોંચવાની તેની આશા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. પરંતુ હસારંગા (71) અને પટુમ નિસંકા (61) ની સદીની ભાગીદારીએ ટીમને મજબૂત સ્કોર સુધી લઇ ગયા. ત્યારબાદ મહિષ ટીક્ષાના (3/17) સહિત અન્ય બોલરોએ જબરદસ્ત પ્રદર્શન સાથે આઇરિશ ઇનિંગ્સ સસ્તામાં સમેટી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હસરંગા-નિસંકાએ શ્રીલંકાની ઇનિંગ્સ સંભાળી હતી

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનર કુસલ પરેરા (0) ઇનિંગના બીજા બોલ પર આઉટ થયો હતો. બીજી ઓવરમાં શ્રીલંકાએ સતત બે બોલમાં દિનેશ ચાંદીમલ અને અવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ગુમાવી હતી. આમ ટીમની પ્રથમ 3 વિકેટ માત્ર 8 રનમાં પડી ગઇ હતી. અહીંથી ઓપનર નિસંકા અને હસારંગાએ ચોથી વિકેટ માટે ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીમાં હસરંગા વધુ આક્રમક દેખાતો હતો અને માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.

નિસંકા સાથે હસારંગાએ ચોથી વિકેટ માટે 123 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. નિસાંકાએ લડાયક ઇનિંગ રમવા સાથે અડધી સદી પણ ફટકારી હતી. હસારંગા માત્ર 47 બોલમાં 71 રનની જબરદસ્ત ઇનિંગ રમ્યા બાદ 16 મી ઓવરમાં આઉટ થયો હતો. તેની ઈનિંગમાં હસરંગાએ 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. નિસંકાએ 47 બોલમાં 61 રનની ઇનિંગ પણ રમી હતી. છેલ્લી ઓવરમાં કેપ્ટન દાસુન શનાકાના 11 બોલમાં 21 રનની મદદથી શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ માટે ડાબોડી ઝડપી બોલર જોશ લિટલે 4 ઓવરમાં 23 રન આપીને 24 વિકેટ લીધી હતી.

આયર્લેન્ડની બેટિંગ વિખેરાઇ ગઈ

આયર્લેન્ડની શરૂઆત પણ નબળી રહી હતી અને પોલ સ્ટર્લિંગ, કેવિન ઓ બ્રાયન અને ગેરેથ ડેલની માત્ર 32 રનમાં આઉટ થઈ ગયા હતા. અહીંથી, માત્ર કેપ્ટન એન્ડી બાલબર્ની (41) અને કર્ટિસ કેમ્ફર (24) થોડા સમય માટે રમી શક્યા. આ બંને વચ્ચે ચોથી વિકેટ માટે 53 રન થયા હતા. 13 મી ઓવરમાં કેમ્ફરના આઉટ થયા બાદ વિકેટ પડતી રહી. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. આયર્લેન્ડે 5.5 ઓવરમાં 16 રનની અંદર છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી અને ટીમ 18.3 ઓવરમાં માત્ર 101 રનમાં સમેટાઈ ગઈ.

આ પણ વાંચોઃ T20 World Cup દરમ્યાન આ ટીમની કેપ્ટનશિપ બદલાઇ, આ ગુજરાતી ક્રિકેટરને મળ્યો મોકો

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પાકિસ્તાન જેના ભરોસે છે, તે બાબર આઝમ અને રિઝવાનનો ફ્લોપ શો, રબાડાએ ઉડાવી ગીલ્લી !

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">