ક્રિકેટ જગતમાં ક્રાંતિ લાવનાર DLSના શોધક ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષની વયે થયુ નિધન, ક્રિકેટમાં વરસાદના જૂના નિયમને બદલ્યો હતો

|

Jun 26, 2024 | 8:49 AM

DLS એ ફ્રેન્ક ડકવર્થનું ક્રિકેટમાં સૌથી મોટું યોગદાન છે, કારણ કે તે તેના શોધકોમાંના એક હતા. ફ્રેન્ક ડકવર્થે ટોની લેવિસ સાથે મળીને ડીએલએસની શોધ કરીને ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું.

ક્રિકેટ જગતમાં ક્રાંતિ લાવનાર DLSના શોધક ફ્રેન્ક ડકવર્થનું  84 વર્ષની વયે થયુ નિધન, ક્રિકેટમાં વરસાદના જૂના નિયમને બદલ્યો હતો

Follow us on

અત્યારે જ્યારે ક્રિકેટ રસિકો T20 વર્લ્ડ કપ 2024ના ઉત્સાહમાં ડૂબેલા છે.ત્યારે આ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ખરાબ સમાચારે પણ ચોંકાવી દીધા છે. 1939માં જન્મેલા ફ્રેન્ક ડકવર્થનું વર્ષ 2024માં 84 વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેન્ક ડકવર્થ ઈંગ્લેન્ડના રહેવાસી હતા.

DLS એ ફ્રેન્ક ડકવર્થનું ક્રિકેટમાં સૌથી મોટું યોગદાન છે, કારણ કે તે તેના શોધકોમાંના એક હતા. ફ્રેન્ક ડકવર્થે ટોની લેવિસ સાથે મળીને ડીએલએસની શોધ કરીને ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

વરસાદ અસરગ્રસ્ત મેચોનો બદલાયો નિયમ

ક્રિકેટમાં ડીએલએસની શોધ સાથે જ વરસાદથી અસરગ્રસ્ત મેચોમાં પરિણામ સુધી પહોંચવું સરળ બન્યું. આ નિયમનો ઉપયોગ સૌપ્રથમવાર 1997માં ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કરવામાં આવ્યો હતો. જે પછી 2001 માં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ વરસાદી મેચોમાં લક્ષ્યને સુધારવા માટે તેને સંપૂર્ણપણે અપનાવ્યું.

અગાઉ તેનું નામ ડકવર્થ-લુઈસ પછી માત્ર ડીએલ હતું. વર્ષ 2014માં જ્યારે ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટર્ને તેમાં કેટલાક ફેરફારો કર્યા ત્યારે તેને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન એટલે કે DLS નામ આપવામાં આવ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024 ની 4 મેચોના પરિણામ DLS થી જાહેર

ક્રિકેટમાં DLSનો નવીનતમ ઉપયોગ ICC T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8માં રમાયેલી છેલ્લી મેચમાં થયો હતો. આ મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાને DLS હેઠળ સુધારેલા લક્ષ્યાંક બાદ 8 રનથી જીત મેળવી હતી અને સેમીફાઈનલ માટે ટિકિટ બુક કરી હતી. T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ મેચ પહેલા પણ 3 મેચમાં DLSનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

DLSએ નિયમને બદલ્યો

ડકવર્થ અને લુઈસ બંનેને 2010માં MBE એટલે કે મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લુઈસનું 2020માં જ અવસાન થયું હતું. લકવર્થ-લુઈસ પદ્ધતિએ ક્રિકેટમાં વરસાદના જૂના નિયમને બદલી નાખ્યો છે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1992ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વરસાદના નિયમને લઈને ઘણો વિવાદ થયો હતો.

 

Next Article