AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Gavaskar Birthday: સુનિલ ગાવાસ્કરને જન્મ બાદ હોસ્પિટલમાંથી માછલી પકડનારી મહિલા ઉપાડી ગઇ હતી

સુનિલ ગાવાસ્કરે ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જ્યા છે. તેનો ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ રનનો રેકોર્ડ આજેય અતૂટ છે. ગાવાસ્કરે ભારતીય ટીમ વતી 17 વર્ષ ઓપનર રહ્યા હતા.

Sunil Gavaskar Birthday: સુનિલ ગાવાસ્કરને જન્મ બાદ હોસ્પિટલમાંથી માછલી પકડનારી મહિલા ઉપાડી ગઇ હતી
Sunil Gavaskar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 12:25 PM
Share

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન અને વિશ્વના મહાન ઓપનર, સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) નો આજે જન્મદિવસ છે. ક્રિકેટર ગાવાસ્કર 17 વર્ષ ભારતીય ટીમના ઓપનર રહ્યા હતા. તેઓ તેમની બુક એક જબરદસ્ત વાતનો ઉલ્લેખ કર્યો હતો, કે કદાચ તેઓ ક્રિકેટરને બદલે માછલીઓ પકડતા હોત. તે વાત લખવા પાછળની વાસ્તવિકતા પણ ફિલ્મી કહાની સમાન છે. તેમનુ કહેવુ છે, કે કિસ્મતે તેમને જન્મ સાથે મદદ કરી નહીતર સ્થિતી જુદી જ હોત.

પોતાની બુકમાં વર્ણવેલી વાસ્કતવિક કહાની કંઇક આમ છે. મુંબઇની પુરંદરિયા હોસ્પિટલમાં તેમનો જન્મ થયો હતો. જન્મને લઇને તેમના પરીવારના સભ્યો તેમને જોવા માટે હોસ્પીટલ પહોંચ્યા હતા. જ્યાં એક સંબંધી એ જોયુ કે તેમના એક કાન પર નાનો છેદ છે. જ્યારે ફરીથી એજ સંબંધી હોસ્પીટલમાં થોડાક દીવસ બાદ આવ્યા હતા. ત્યારે તેમના કાનમાં છીદ્ર જોવા મળ્યુ નહી. તેમને શંકા થઇ ગઇ કે બાળક બદલાઇ ગયુ છે.

બાળક બદલાયાની આશંકા એ તેમના પરીવારજને તો હોસ્પિટલમાં શોર મચાવી દીધો. હોસ્પિટલમાં આ એંગે પૂછપરછ કરીને તેમણે બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન તેઓ એક મછવાર મહિલા પાસેથી મળી આવ્યા હતા. આમ તેમના સંબંધીની નજરે તેમનુ કિસ્મત બદલાઇ જતું અટકાવી દીધુ હતું. તેઓ ફરીથી પોતાની અસલ માતા પાસે પહોંચી શક્યા હતા.

સુનિલ ગાવાસ્કર શાળાના દિવસોમાં ત્રણ નંબરના સ્થાન પર ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે તેમના કેપ્ટન મિલિંદ રેગે એ એક મેચમાં ગાવાસ્કરને ઓપનિંગ કરવા માટે મોકલ્યા હતા. બસ ત્યારથી તેઓ ઓપનર તરીકે જ રહ્યા હતા. ઘરેલુ ક્રિકેટમાં રનનો પહાડ ખડકનારા ગાવાસ્કર 1971 માં વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટેની ટીમમાં પસંદ થયા હતા. ટીમ સાથે વેસ્ટઇન્ડીઝ પ્રવાસે પહોંચેલા ગાવાસ્કરને પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂનો મોકો આંગળી પર ઇન્ફેકશનને લઇ ન મળી શક્યો.

પ્રથમ શ્રેણીમા રચેલો રેકોર્ડ હજુય અતૂટ

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાનારી 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં બીજી ટેસ્ટ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઇ હતી. જેમાં તેઓને ડેબ્યૂ કરવાની તક મળી હતી. ડેબ્યૂ મેચમાં જ ગાવાસ્કરે બંને ઇનીંગમાં અર્ધ શતક લગાવ્યા હતા. પ્રથમ ઇનીંગમાં 65 અને બીજી ઇનીંગમા અણનમ 67 રન બનાવ્યા હતા. તેઓ ભારતની જીતના હિરો રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ભારત માટે આ પ્રથમ જીત હતી.

ત્યારબાદ, ગાવાસ્કર આખીય શ્રેણીમાં વેસ્ટઇન્ડીઝ માટે માથાનો દુખાવો બની રહ્યા હતા. તેઓએ શ્રેણીમાં ત્રણ શતક લગાવ્યા હતા. આ ઉપરાંત એક બેવડુ શતક નોંધાવ્યુ હતું. જેને લઇ તેઓએ ડેબ્યૂ સિરીઝમાં જ તેઓે સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ કરી દીધો. તેઓએ 774 રન શ્રેણી દરમ્યાન બનાવ્યા હતા. જે વિશ્વ રેકોર્ડ આજે પણ અતૂટ રહ્યો છે.

ઓપનર તરીકે 17 વર્ષ રમ્યા

વેસ્ટઇન્ડીઝની ધરતી પર ધૂમ મચાવતી શરુઆત સાથે ગાવાસ્કર 17 વર્ષ ભારતીય ટીમના ઓપનર તરીકે રહ્યા હતા. હેલ્મેટ વિનાના તે દિવસોમાં ગાવાસ્કર એ વિશ્વભરના ઝડપી બોલરો સામે ભરપૂર રન બનાવ્યા હતા. તેઓએ અનેક રેકોર્ડ બનાવીને નિવૃત્તીના આરે પહોંચ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેઓેએ 34 શતક અને 10,122 રન નોંધાવ્યા હતા.

તેઓ ટેસ્ટ મેચમાં ત્રણ વખત ટેસ્ટ મેચની બંને ઇનીંગમાં શતક નોંધાવ્યા હતા. એમ કરનાર તેઓ પ્રથમ બેટ્સમેન હતા. સાથે જ 10 હજાર ટેસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન પણ તેઓ પ્રથમ હતા. ગાવાસ્કરે વિકેટકીપીંગ નહી કરવા છતાં ટેસ્ટ ક્રિકેટમાં 100 કેચ ઝડપનારા પ્રથમ ખેલાડી હતા. આમ ગાવાસ્કર મેદાનમાં દરેક ક્ષેત્રે રેકોર્ડ સર્જી રહ્યા હતા.

વિન્ડીઝના ડરામણા બોલરોને જ ખૂબ ધોયા

વેસ્ટ ઇન્ડીઝના બોલરો 80 ના દશકમાં ખૂબ જ ઘાતક માનવામાં આવતા હતા. કેરેબિયન ટીમ પાસે સાતથી આઠ બોલર હંમેશા રહેતા હતા. જેઓ ટેસ્ટ ક્રિકેટમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપી બોલ નાંખતા હતા. આમ છતાં ગાવાસ્કરે તે ટીમ સામે સૌથી વધારે રન બનાવ્યા અને શતક લગાવ્યા હતા. વેસ્ટઇન્ડીઝ સામે 13 શતક અને 2749 રન બનાવ્યા હતા. આ ટીમ સામે તેમની સરેરાશ 65 રનથી ઉપર રહી છે. તેમની રમતથી ભારતે 1976 માં વેસ્ટઇન્ડીઝ સામે 404 રનના વિશ્વરેકોર્ડ વાળો પડકાર પાર પાડ્યો હતો.

આ પણ વાંચોઃ  ENGW vs INDW: આશ્વર્ય ભરી રીતે હરલીન દેઓલે બાઉન્ડરી પર ઝડપ્યો મુશ્કેલ કેચ, જબરદસ્ત થયા વખાણ, જુઓ

નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
નશામાં વપરાતા વિવિધ પેપરના વેચાણ મામલે તંત્ર એક્શનમાં - જુઓ Video
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા 13 ની ધરપકડ
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની ડેરીના ઘી-માખણ સબસ્ટાન્ડર્ડ !
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
ઊર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે, બિઝનેસમાં નવા કરાર થશે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
g clip-path="url(#clip0_868_265)">