AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ પહેલા બાબા બાગેશ્વરની શરણોમાં પહોંચ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર બોલરની હાલ એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે બાબા બાગેશ્વરના શરણોમાં બેઠો છે અને તેમના આશીર્વાદ લઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ પહેલા બાબા બાગેશ્વરની શરણોમાં પહોંચ્યો આ સ્ટાર ભારતીય ક્રિકેટર
Kuldeep Yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 6:26 PM
Share

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો ટીમ સ્પિન બોલર કુલદીપ યાદવ ભક્તિ ભાવમાં લીગ થઈ ગયો છે અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે. બે સપ્તાહ પહેલા વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ હવે કુલદીપ યાદવ બાગેશ્વર ધામ પહોંચ્યો હતો.

બાગેશ્વર ધામ પહોંચ્યો કુલદીપ યાદવ

ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે શ્રેણીમાં રમવા જતાં પહેલા બાબા બાગેશ્વર ધામ પહોંચ્યો હતો. અહીં સ્ટેજ પર તેનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલદીપે બાબાના આશીર્વાદ લીધા હતા અને બાદમાં બાબાના ચરણો પાસે બેઠો હતો, જેની તસવીર વાયરલ થઈ છે.

તસવીર થઈ વાયરલ

કુલદીપ યાદવની બાબા બાગેશ્વરના ચરણો પાસે બેઠા હોવાની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કુલદીપના ફેન્સને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહી છે. અનેક ક્રિકેટ ફેન્સે આ ફોટો પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી છે.

વૃંદાવનની પણ લીધી હતી મુલાકાત

બાગેશ્વર ધામ પહેલા કુલદીપ યાદવે વૃંદાવનની પણ મુલાકાત લીધી હતી. બે સપ્તાન પહેલા કુલદીપ વૃંદાવન બાંકે બિહારી મંદિર પહોંચ્યો હતો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો. જેની તસવીર તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી હતી.

કુલદીપનો ODI-T20 ટીમમાં સમાવેશ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 12 જુલાઈથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં કુલદીપને તક મળી નથી. જો કે ત્યારબાદ 27 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થતી વનડે સિરીઝ માટેની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે જ 5 જુલાઇએ જાહેર થયેલ T20 ટીમમાં પણ કુલદીપની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Tamim Iqbal Retires: વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન તમીમ ઈકબાલે નિવૃત્તિની કરી જાહેરાત, આંખમાં આવ્યા આસું

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ

ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઇથી શરૂ થશે. જેમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20 મેચની શ્રેણી રમશે. ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 12 જુલાઈએ શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ 20 જુલાઇથી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણીની પહેલી મેચ 27 જુલાઇ, બીજી વનડે 29 જુલાઇ અને ત્રીજી મેચ 1 ઓગસ્ટે યોજાશે. ટેસ્ટ અને વનડે બાદ અંતમાં પાંચ મેચની T20 શ્રેણી રમાશે. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 13 ઓગસ્ટે સમાપ્ત થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">