SRH vs PBKS, IPL 2021: રોમાંચક મેચમાં અંતિમ બોલે હૈદરાબાદ સામે પંજાબ ‘કિંગ્સ’ બનવામાં સફળ રહ્યુ, હોલ્ડરની રમતે મેચ રોમાંચક બનાવી

|

Sep 25, 2021 | 11:17 PM

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) IPL 2021 ની સિઝનમાં વધુ એક હાર સહન કરી છે. આ પહેલા તેણે એક માત્ર જીત પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે મેળવી હતી.

SRH vs PBKS, IPL 2021: રોમાંચક મેચમાં અંતિમ બોલે હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સ બનવામાં સફળ રહ્યુ, હોલ્ડરની રમતે મેચ રોમાંચક બનાવી
Ravi Bishnoi

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે શારજાહમાં IPL 2021 મેચ રમાઇ હતી. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ટોસ જીતી પંજાબની ટીમને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતારવાનુ પસંદ કર્યુ હતુ. પહેલી ઇનીંગમાં સફળતા તરફ દોરતો લાગી રહેલો તેનો આ આ દાવ ઉંધો પડ્યો હતો. કેએલ રાહુલ (KL Rahul) ની ટીમે 125 રનના આસાન સ્કોરને પંજાબ કિંગ્સે બચાવીને રોમાંચક જીત મેળવવામાં સફળ રહી હતી.

પંજાબે તેના આસાન સ્કોરને બચાવીને જીત મેળવતુ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. મહંમદ શામીએ તેના અભિયાનની શરુઆત કરાવી હતી. રવિ બિશ્નોઇ સામે મીડલ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. સાહા અને જેસ હોલ્ડરને બાદ કરતા અન્ય બેટ્સમેનો શામી અને બિશ્નોઇ સામે ફ્લોપ રહ્યા હતા. જેસન હોલ્ડરની રમતે મેચને અંત સુધી જીવંત રાખી હતી. અંતિંમ બોલે 5 રન પર પંજાબ જીતવામાં સફળ રહ્યુ હતુ. અંતિમ ઓવર દબાણ વચ્ચે નાથન એલિસે કરી હતી, જેમાં તે સફળ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ ઇનીંગ

પંજાબના બોલરો સામે હૈદરાબાદની ટીમનો રન ચેઝ કરીને જીત મેળવવાનો દાવ શરુઆત થી જ મુશ્કેલ બની ગયો હતો. રિદ્ધીમાન સાહા સિવાય બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. સાહાએ 37 બોલમાં 31 રન કર્યા હતા. તે રન આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. ટીમના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર 3 બોલમાં 2 રન કરીને આઉટ થયો હતો. આમ 2 રનના સ્કોર પર પહેલી વિકેટ ટીમે હૈદરાબાદે ગુમાવી હતી. કેપ્ટન વિલીયમસન 1 રન 6 બોલમાં કરીને આઉટ થયો હતો. મનિષ પાંડે 23 બોલ રમીને 13 રન કર્યા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જેસન હોલ્ડરે 3 છગ્ગા 15 અને 16 મી ઓવરમા લગાવીને મેચનુ પાસુ ફરી એકવાર પલટ્યુ હતુ.પરંતુ જીત સહેજ માટે દુર રહી ગઇ હતી. તેણે 29 બોલમાં 5 છગ્ગા સાથે 4 રન કર્યા હતા. કેદાર જાદવે 12 બોલમાં 12 રન કર્યા હતા. અબ્દુલ સમદ 2 બોલમાં 1 રન કરીને આઉટ થયો હતો. રાશિદ ખાન 3 રન કરીને આઉટ થયો હતો.

પંજાબ કિંગ્સ બોલીંગ

રવિ બિશ્નોઇએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે હૈદરાબાદના મીડલ ઓર્ડરને તોડી દીધો હતો. જેને લઇને પંજાબની સ્થિતી મેચમાં મજબૂત થઇ હતી. મહંમદ શામીએ 4 ઓવરમાં 14 રની આપીને 2 વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિંહે 4 ઓવરમાં 1 વિકેટ મેળવી હતી. હરપ્રિત બ્રારે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા પરંતે વિકેટ મેળવવામાં સફળ રહ્યો નહોતો. નાથન એલીસે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા, તેણે અંતિમ ઓવર દબાણ વચ્ચે કરીને શાનદાર બોલીંગ કરીને જીત અપાવી હતી.

 

પંજાબ કિંગ્સની બેટીંગ

કેપ્ટન કેએલ રાહુલના રુપમાં જ પંજાબની ટીમે તેમની પ્રથમ વિકેટ ગુમાવી હતી. 26 રનના સ્કોર પર પંજાબે તેના કિંગની વિકેટ ગુમાવી હતી. રાહુલે 21 બોલ નો સામનો કરીને 21 રન કર્યા હતા. જેમાં તેણે 3 ચોગ્ગા લગાવ્યા હતા. સ્કોર બોર્ડમાં એક રન ઉમેરતા જ મયંક અગ્રવાલની વિકેટ પણ ગુમાવી હતી આમ પંજાબે 27 રનના સ્કોર પર બંને ઓપનરોની વિકેટ ગુમાવી હતી.

ક્રિસ ગેઇલે 17 બોલમાં 14 રન કર્યા હતા. નિકોલસ પુરને ઇનીંગના પ્રથમ છગ્ગા સાથે 8 રન કરીને સંદિપ શર્માનો શિકાર થયો હતો. એઇડન માર્કરમ પર આશાઓ હતી ત્યાં તે પણ 27 રન કરીને સમદની જાળમાં ફસાયો હતો. દિપક હુડ્ડા એ 10 બોલમાં 13 રન કર્યા હતા. જ્યારે આઇપીએલ ડેબ્યૂ કરનાર નાથન એલિસે એક છગ્ગા સાથે 12 રન કર્યા હતા. હરપ્રિત બ્રારે અણનમ 12 રન,

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

જેસન હોલ્ડરે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માની 4 ઓવરનો સ્પેલ રાહુલે ઝડપ થી પુરો કરાવ્યો હતો. તેણે કરકસર ભરી બોલીંગ કરીને 20 રન આપી એક વિકેટ મેળવી હતી. જ્યારે રાશિદ ખાને એક વિકેટ મેળવી હતી. ભૂનેશ્વર કુમાર, અબ્દુલ સમદે પણ એક એક વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યાને મેદાને ઉતારવા ને લઇને મુંબઇ ઇન્ડીયન્સના કોચે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે રમશે હાર્દિક

Published On - 11:14 pm, Sat, 25 September 21

Next Article