
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી રહી છે. આ મેચમાં હૈદરાબાદની ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી પરંતુ જે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા હતી, તે જોવા મળી નહોતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા છે, જે એક સમયે અત્યંત મુશ્કેલ દેખાતું હતું. આ ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદની ટીમ એક એવી શરમજનક યાદીમાં જોડાઈ ગઈ છે કે, જેની તેમણે કલ્પના પણ કરી નહોતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી કેટલીક સીઝનથી સનરાઈઝર્સ હૈદરાબાદની ગણના અત્યંત ખતરનાક ટીમોમાં થાય છે, જેની પાસે આક્રમક બેટ્સમેનોની ફોજ છે. જો કે, લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હૈદરાબાદની ટીમ પ્રથમ 10 ઓવરમાં માત્ર 35 રન જ બનાવી શકી હતી.
IPL ઈતિહાસમાં આવું માત્ર ચોથી વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમે પ્રથમ 10 ઓવરમાં 35 કે તેથી ઓછા રન બનાવ્યા હોય. આ યાદીમાં પ્રથમ ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેમણે વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સ સામે પ્રથમ 10 ઓવરમાં માત્ર 31 રન બનાવ્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં એક સમયે હૈદરાબાદ માટે 100 રનનો આંકડો પાર કરવો પણ અશક્ય લાગતો હતો. જો કે, હેનરિક ક્લાસેન અને નીતીશ રેડ્ડીએ સાથે મળીને આક્રમક બેટિંગ કરી અને પાંચમી વિકેટ માટે 63 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમને 150ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પાંચમી કે તેથી નીચેની વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે.