Breaking News: ક્લાસેન-રેડ્ડીની મહેનત પાણીમાં, હૈદરાબાદના ગઢમાં જ લખનૌનો વિજય

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વચ્ચે રમાયો હતો. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 5 વિકેટે વિજય મેળવીને IPL 2026 સીઝનમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું છે.

Breaking News: ક્લાસેન-રેડ્ડીની મહેનત પાણીમાં, હૈદરાબાદના ગઢમાં જ લખનૌનો વિજય
Image Credit source: Cricinfo
| Updated on: Apr 05, 2026 | 7:37 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 10મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વચ્ચે રમાયો હતો. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 5 વિકેટે વિજય મેળવીને IPL 2026 સીઝનમાં પોતાની જીતનું ખાતું ખોલવામાં સફળ રહી હતી.

પાવરપ્લેમાં જ હૈદરાબાદ ખખડયું

આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન રિષભ પંતે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 156 રનનો સ્કોર બનાવ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ઘણી ખરાબ રહી હતી, જેમાં તેમણે પાવરપ્લેમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હૈદરાબાદની ટીમ 10 ઓવરમાં માત્ર 35 રન જ બનાવી શકી હતી.

‘રેડ્ડી અને ક્લાસેન’ હૈદરાબાદના હીરો રહ્યા

ત્યારબાદ નીતીશ રેડ્ડી અને હેનરિક ક્લાસેને 5મી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરીને ટીમને આ મુકાબલામાં લડાયક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેનરિક ક્લાસેને આ મેચમાં 62 રન અને નીતીશ રેડ્ડીએ 56 રનની ઇનિંગ રમી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે દિગ્વેશ રાઠી અને એમ. સિદ્ધાર્થે 1-1 વિકેટ લીધી હતી.

લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી નહોતી, જેમાં તેમણે 37ના સ્કોર પર મિચેલ માર્શના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા LSGના કેપ્ટન રિષભ પંતે એક છેડો સાંભળી રાખવાની સાથે એડન માર્કરામ સાથે મળીને બીજી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી.

પંતે અપાવી જીત

માર્કરામ 45 રન બનાવી પેવેલિયન પરત ફરતા આ મુકાબલો થોડા સમય માટે રોમાંચક જરૂર બન્યો હતો પરંતુ રિષભ પંતે 68 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને 19.5 ઓવરમાં જીત અપાવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી બોલિંગમાં હર્ષ દુબેએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાન મલિંગા અને શિવાંગ કુમારે 1-1 વિકેટ મેળવી હતી.

Breaking News: 13 કરોડનો ખેલાડી સસ્તામાં આઉટ, હૈદરાબાદના ગ્રાઉન્ડ પર રન બનાવવા માટે ફાંફા મારતો દેખાયો આ સ્ટાર

Published On - 7:32 pm, Sun, 5 April 26

Follow Us