T20 World Cup: સૌરવ ગાંગુલીએ ટી20 વિશ્વકપ માટે ટીમની પસંદગીને લઈ આપ્યો મોટો સંકેત, બતાવ્યુ ક્યારે શરુ થશે પ્રક્રિયા

|

Jun 18, 2022 | 8:06 PM

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને તેના માટે ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા (Team India) ની પસંદગીની રેસમાં છે. હવે ટીમમાં કોને સ્થાન મળે છે અને કોને નહીં, તે જોવાનું રહેશે.

T20 World Cup: સૌરવ ગાંગુલીએ ટી20 વિશ્વકપ માટે ટીમની પસંદગીને લઈ આપ્યો મોટો સંકેત, બતાવ્યુ ક્યારે શરુ થશે પ્રક્રિયા
Sourav Ganguly એ ટી20 વિશ્વકપ ટીમને લઈ આપ્યા સંકેત

Follow us on

આઈસીસી ચી20 વિશ્વ કપ (ICC T20 World Cup) આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ માટે સૌ કોઈનુ ધ્યાન આ વિશ્વ કપ પર છે. ભારત પણ આ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને તૈયાર કરવાની તૈયારીમાં છે. આ ક્રમમાં ટીમ ઈન્ડિયા ઘણા યુવા ખેલાડીઓને તક આપી રહી છે. હાલમાં દક્ષિણ આફ્રિકા સાથે રમાઈ રહેલી T20 શ્રેણી તેનું ઉદાહરણ છે. આ દરમિયાન દરેકના મનમાં એક સવાલ છે કે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) માં કયા ખેલાડીઓને સ્થાન મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ અંગે મોટી વાત કહી છે. ગાંગુલીએ કહ્યું છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તસવીર ક્યારે સ્પષ્ટ થઈ જશે. ગાંગુલીએ કહ્યું છે કે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ ઈંગ્લેન્ડમાં યોજાનારી T20 શ્રેણીમાંથી તે ખેલાડીઓની ઓળખ કરશે.

ભારતે દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમીને આરામ આપ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજા અને દીપક ચહર ઈજાના કારણે બહાર છે. કેએલ રાહુલને આ શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. એટલા માટે ઋષભ પંત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

શું છે રાહુલ દ્રવિડનું પ્લાનિંગ

ગાંગુલીએ કહ્યું કે રાહુલ દ્રવિડ પ્લાન કરી રહ્યો છે કે તે એક મંચ પર આવશે અને પસંદ કરેલા ખેલાડીઓ સાથે રમશે. અંગ્રેજી અખબાર સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું, “રાહુલ દ્રવિડ આના પર ધ્યાન આપી રહ્યા છે. તે એક મંચ પર આવીને કેટલાક પસંદગીના ખેલાડીઓ સાથે રમવાની યોજના બનાવી રહ્યો છે. સંભવતઃ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અમે એવા ખેલાડીઓ સાથે રમીશું જે કદાચ T20 વર્લ્ડ કપમાં રમશે.”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતે શ્રેણી શાનદાર રીતે બરાબર કરી દીધી

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી શ્રેણીમાં ભારતે જોરદાર વાપસી કરી છે. ભારતે શરૂઆતની બંને મેચોમાં અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેણીમાં 0-2 થી પાછળ હતા. ભારતીય ટીમ પર હારનો ખતરો તોળાઈ રહ્યો હતો. પરંતુ આ યુવા ટીમે દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા જેવા અનુભવી ખેલાડીઓ સાથે વાપસી કરી અને ત્રીજી, ચોથી ટી-20 મેચ જીતીને શ્રેણી 2-2 થી બરાબર કરી. હવે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ નિર્ણાયક બની ગઈ છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી જીતશે.

Published On - 8:02 pm, Sat, 18 June 22

Next Article