SL vs AUS: શ્રીલંકાની ટીમ પર કોરોનાનો પડછાયો, બીજી ટેસ્ટ પહેલા જ ત્રણ ખેલાડીઓ કોવિડ પોઝિટિવ આવ્યા

|

Jul 07, 2022 | 2:27 PM

SL vs AUS 2nd Test: શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ 8 જુલાઈથી ગાલેમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા લંકાના ત્રણ ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

SL vs AUS: શ્રીલંકાની ટીમ પર કોરોનાનો પડછાયો, બીજી ટેસ્ટ પહેલા જ ત્રણ ખેલાડીઓ કોવિડ પોઝિટિવ આવ્યા
Sri Lanka Cricket Team (File Photo)

Follow us on

ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હારી ગયેલી શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket) ને મોટો ઝટકો લાગ્યો છે. બીજી ટેસ્ટ પહેલા શ્રીલંકા ટીમના ત્રણ મોટા ખેલાડીઓ કોવિડ-19 (COVID 19) પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ધનંજય ડી સિલ્વા, જ્યોફ્રી વેન્ડરસે અને અસિથા ફર્નાન્ડો સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓને હાલ માટે આઈસોલેટ કરવામાં આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટે ગુરુવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

અગાઉ શ્રીલંકાના વધુ બે ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે એન્જેલો મેથ્યુઝ કોવિડ-19ને કારણે પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. ત્યારે પ્રવીણ જયવિક્રમા પ્રથમ ટેસ્ટ બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. હાલમાં એન્જેલો મેથ્યુસે પોતાનો આઈસોલેશન સમય પૂરો કરી લીધો છે. આવી સ્થિતિમાં તે 8 જુલાઈથી શરૂ થઈ રહેલી ગાલે ટેસ્ટ માટે ઉપલબ્ધ છે. તો પ્રવીણ આ મેચ રમી શકશે નહીં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

આ ખેલાડીઓને ટીમમાં સમાવી ચુક્યા છે શ્રીલંકાની ટીમ

બે ખેલાડીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ જ શ્રીલંકાની ટીમે મહિષ તક્ષિના, દિનુથ વેલાલાગે અને પ્રભાત જયસૂર્યાને ટીમમાં સામેલ કર્યા હતા. ડાબોડી સ્પિનર ​​લક્ષન સંદાકન પણ ગુરુવારે ટીમમાં સામેલ થયો છે.

ટેસ્ટ સીરિઝમાં 0-1 થી પાછળ છે શ્રીલંકાની ટીમ

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા (SL vs AUS) વચ્ચે ચાલી રહેલ બે મેચની ટેસ્ટ શ્રેણી (Test Series) ની પ્રથમ મેચ પણ ગાલેમાં રમાઈ હતી. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ (Cricket Australia) એ આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. અહીં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે પ્રથમ દાવમાં 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 321 રન બનાવ્યા હતા અને 109 રનની લીડ મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયન બોલરોએ લંકન ટીમનો બીજો દાવ પણ 113 રનમાં સમેટી દીધો હતો. ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં જીતવા માટે માત્ર 5 રન બનાવવાના હતા. જે તેણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવ્યા હતા.

Next Article